________________
સર્ગ ૫ મે છે તેઓ જીવતા છતાં પણ મુક્ત છે, મુક્તિને માથે કાંઈ શીગડું હોતું નથી. રાગ દ્વેષથી સંયુક્ત અને વિષયથી ઉત્પન્ન થયેલું સુખ શા કામનું છે? કેમકે સંતોષથી ઉત્પન્ન થયેલું “સુખ જ મોક્ષપ્રાપ્તિ યોગ્ય કમથી ન્યૂનતાવાળું નથી. બીજાને તૃપ્ત કરનારા એવા શાસ્ત્રોના સુભાષિત શા કામના છે. પણ જેઓની ઈદ્રિયે મલીન છે તેઓએ સંતેષના સ્વાદનું સુખજ શોધવું જોઈએ. અરે પ્રાણી! જે તું કારણને અનુસરનારાંજ કાર્યો હોય એવું માનતે હોતો સંતોષના આનંદથી જ મોક્ષના અપાર આનંદની પ્રતીતિ કર. જે તીવ્રતપ કર્મને “નિમૂલ કરનારું કહેવાય છે તે પણ જો સંતેષરહિત હોય તો નિષ્ફળ છે. સુખથી “પુરૂષને કૃષિ, સેવા, પશુપાળવૃત્તિ અને વ્યાપાર કરવાની શી જરૂર છે? કારણ કે સંતેષનું પાન કરવાથી શું તેને આત્મા નિવૃત્તિસુખને નથી પામતો ? તૃણની શય્યા ઉપર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સુખ રૂની શવ્યાપર સુનારા પણ સતેષ વગરના “પુરૂષોને થતું નથી. અસંતોષી ધનવાન પુરૂષ સમર્થ પુરૂષેની પાસે તૃણુ સમાન લાગે છે, અને બસ તેષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષે પણ તૃણ સમાન લાગે છે. ચક્રવતીની અને ઈંદ્રાદિકની સંપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને “નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વ દેષના સ્થાન રૂપ લેભને દૂર કરવાને માટે “અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષને આશ્રય કરે. ( આ પ્રમાણે કષાયને જીતનાર પ્રાણી આ ભવમાં પણ શિવસુખને ભજનારે થાય છે અને પરલોકમાં અવશ્ય શાશ્વત શિવસુખને પ્રાપ્ત કરે છે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું પુરૂષોએ દીક્ષા લીધી, વાસુદેવે સમકિત સ્વીકાર્યું, અને બલભદ્ર શ્રાવકપણું અંગીકાર કર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા, એટલે પ્રભુને પાદપીઠ પર બેસીને અરિષ્ઠ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં ગણધરે પણ દેશના સમાપ્ત કરી. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિગેરે શ્રી અહંત પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી પિતપોતાને સ્થાનકે ગયા, અને સર્વ અતિશયથી શોભતા એવા શ્રી ધર્મનાથ ભગવાને પણ ત્યાંથી પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યો.
કેવળજ્ઞાન પામ્યા પછી બે વર્ષે ઊણુ અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને ચેસઠ હજાર મહાત્મા સાધુઓ, બાસઠ હજાર ને ચારસે સાધ્વીઓ, નવસે ચૌદ પૂર્વ ધારી, ત્રણ હજાર ને છ અવધિજ્ઞાની, ચાર હજાર ને પાંચસે મન:પર્યવધારી, તેટલાજ કેવળજ્ઞાની, સાત હજાર વેકિય લબ્ધિવાળા, બે હજાર ને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ ને ચાલીશ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ–આ પ્રમાણે પરિવાર થયે.
પોતાનો મોક્ષસમય નજીક જાણીને પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા. ત્યાં એક ને આઠ મુનિઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે જ્યેષ્ઠ માસની શુકલ પંચમીએ ચંદ્ર પુષ્યનક્ષત્રમાં આવતાં તે મુનિઓની સાથે પ્રભુ મોક્ષપદને પ્રાપ્ત થયા. તરતજ ઈદ્રાદિક દેવેએ આવીને શ્રી ધર્મનાથ સ્વામીને અને સાધુઓને નિર્વાણુમહિમાનો ઉત્સવ કર્યો. અનંતનાથ સ્વામીના નિર્વાણ પછી ચાર સાગરોપમ ગયા ત્યારે ધર્મનાથ સ્વામીનું નિર્વાણ થયું. કૌમારવયમાં અઢી લાખ વર્ષ, રાજ્યમાં પાંચલાખ વર્ષ અને વ્રતમાં અઢી લાખ વર્ષ–એ પ્રમાણે એકંદર દશલાખ વર્ષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિર્ગમન થયું.
૧ અન્યત્ર બે લાખ ને ચાર હજાર શ્રાવક કહ્યા છે.