________________
પર્વ ૪ થું
૧૪૫ “ આશ્ચર્ય છે. આ સંસારરૂપી સરિતાના રાગ અને દ્વેષ એ બે પ્રવાહ છે, તેની મધ્યમાં “દ્વીપની જેવા મધ્યસ્થપણામાં તમારા શાસનથી રહેવાય છે. મોક્ષદ્વારમાં પ્રવેશ કરવાને “ઉત્સુક મનવાળા પ્રાણીઓને મોહરૂપી અંધકારમાં તમે જે દીપકપણું ધારણ કરે છે “તેવું બીજે કોઈ ધારણ કરતો નથી, માટે હે પરમેશ્વર ! અમારા ઉપર પ્રસન્ન થાઓ કે “જેથી અમે વિષય, કષાય, રાગદ્વેષ અને મહાદિકથી અજીત થઈએ.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર, વાસુદેવ અને બળભદ્ર જ્યારે વિરામ પામ્યા ત્યારે અનંતનાથ પ્રભુએ દેશના આપવી શરૂ કરી.
અહો ભવ્ય જીવ ! તને નહિ જાણનારા પ્રાણીઓ, માર્ગથી અજાણ્યા વટેમાગુની જેમ આ દુસ્તર સંસારરૂપે અરણ્યમાં ભટક્યા કરે છે. જીવ, અજીવ, આશ્રવ, “સંવર, નિજ, બંધ અને મોક્ષ, એ સાત ત વિદ્વાનો કહે છે.
તેમાં પ્રથમ તવ જે જીવ છે તે મુક્ત અને સંસારી એમ બે પ્રકારે છે. તેઓ સર્વે “અનાદિનિધન અને જ્ઞાન દર્શન લક્ષણવાળા છે. તેમાં જે મુકત જીવ છે તે એક સ્વભાવી, “જન્માદિ કલેશથી વર્જિત અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય તથા અનંત “આનંદથી વ્યાપ્ત છે. સંસારી જીવ સ્થાવર અને ત્રસ એવા બે પ્રકારના છે. તે બંનેના જ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તેમાં પર્યાપ્તપણાના કારણરૂપ પતિઓ છ છે. “તેના આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એવાં નામ છે. તે પર્યાપ્તિ એકેદ્રિયને ચાર, વિકલેંદ્રિયને પાંચ અને પંચેદ્રિયને છે એ પ્રમાણે અનુક્રમે
છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજેકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ એકેદ્રિય “સ્થાવર જીવ કહેવાય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકારે છે. “પાંચમા જે વનસ્પતિકાય છે તે પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારે છે. તેમાં પ્રત્યેક “બાદરજ છે અને સાધારણ સૂક્ષ્મ ને બાદર બે પ્રકારે છે.
ત્રસ જીવે બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય એમ ચારે પ્રકારે છે. તેમાં પચેંદ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકારના છે. જે શિક્ષા, ઉપદેશ અને આલાપને “જાણે અને મન પ્રાણને પ્રવર્તાવે તે સંજ્ઞી કહેવાય છે, અને તેથી વિપરીત–મન વિનાના
તે અસંજ્ઞી કહેવાય છે. સ્પર્શના, રસના, નાસિકા, નેત્ર અને શ્રવણ એ પાંચ ઈદ્રિ “કહેવાય છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ તેના અનુક્રમે વિષય છે. કૃમિ“શંખ, ગંડૂપદ, જલે, કોડી અને છીપ, વિગેરે વિવિધ જીવે દ્વીદ્રિય છે. જુ, માકડ,
મકડા અને લીખ વિગેરે ત્રિક્રિય જીવ છે; અને પતંગ, મક્ષિકા, ભ્રમર અને ડાંસ “વિગેરે ચતુરિંદ્રિય જીવે છે. પંચેન્દ્રિય જીવમાં જલ, સ્થલ અને આકાશચારી એમ ત્રણ પ્રકારના તિર્યંચ જી, નારકી, મનુષ્ય અને દેવતાને ગણેલા છે. મનોબલ, ભાષાબલ અને કાયબલ એ ત્રણ બલ, પાંચ ઈદ્રિય અને શ્વાસોશ્વાસ તથા આ યુ એ દશ પ્રાણું કહેવાય છે. કાચબળ, આયુષ્ય, ઉચ્છવાસ અને સ્પશે દ્રિય એ ચાર પ્રાણ સર્વ જીમાં છે, વિકલેઢિયમાં ભાષા અને એ કેક ઈદ્રિય વધવાથી છે, સાત ને આઠ પ્રાણ છે, અસંજ્ઞીને એક ઈદ્રિય વધવાથી નવ પ્રાણ હોય છે, અને પૂર્ણ સંજ્ઞીને મન સહિત “દશ પ્રાણ હોય છે. દેવતા અને નારકી ઉપપાતપણે ઉત્પન્ન થાય છે, મનુષ્ય ગર્ભમાંથી “ઉત્પન્ન થાય છે, અને તિર્યંચે જરાયુ અને ઈંડામાંથી ઉત્પન્ન થાય છે. બાકીના સમુર્ણિમ ૧. જેની આદિ એટલે ઉપત્તિ અને નિધન એટલે મંત–નથી એવા. - ૧૯