________________
૧૪૪
સગ જ છે
સ્વજને એ મધુને શેક કર્યો. મધુના ભાઈ મહા સુભટ કૈટભને પણ હરિના સેનાપતિએ મારી નાખ્યો. એટલે બીજા અવશેષ રહેલા મધુપક્ષના સર્વ રાજાઓ તરત શ્રીપતિ વાસુદેવના આશ્રય નીચે આવ્યા.
ત્યાંથી ચાલીને વાસુદેવે માગધ, વરદામ અને પ્રભાસના અધિપતિ દેવને સાધ્યા, અને દક્ષિણાઈ ભરતક્ષેત્રની સમૃદ્ધિ સંપાદન કરી. પાછા વળતાં મગધ દેશમાં કોટી પુરૂષથી ઉપાડાય એવી એક મોટી શિલા લીલાથી ઉપાડી આનંદી વાસુદેવે ઢાંકણુની પેઠે પાછી મૂકી. સમુદ્ર તરંગ રૂપી હાથ વડે જેને અઈ આપે છે એવા પુરૂષોત્તમ વાસુદેવ ત્યાંથી પિતાની દ્વારાવતી નગરીમાં આવ્યા. ત્યાં સેમરાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ મળીને પરમ હર્ષથી વાસુદેવને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો.
હવે ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એવા ભર્તાના, સંસારના જાણે મર્મ હોય તેવાં ઘાતિકર્મો નાશ પામ્યાં, એટલે વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છડું તપ કરી રહેલા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી દિવ્ય સમોસરણમાં બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વિગેરે પચાસ ગણધરો સ્થાપ્યા. તેમના તીર્થમાં ત્રણ મુખવાળ, મગરના વાહનવાળે, રાતોવર્ણન, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પક્વ, ખડગ અને પાશ અને ત્રણ વામ ભુજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારો પાતાળ નામે યક્ષ, તથા ગૌરવર્ણવાળી, પદ્મપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડગ અને પાશ અને બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે દેવી-એ બંને શાસનદેવતા થયા. એ બંને દેવતાઓ જેમની પાસે રહીને નિરંતર ઉપાસના કરે છે એવા અને મિક્ષની અગ્ર ભૂમિમાં જનારા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં દ્વારકાપુરીમાં આવ્યા.
ત્યાં શકેદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષવડે શોભિત સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અનંત પ્રભુએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી સર્વ સંઘ પિતાની યોગ્ય સ્થિતિ પ્રમાણે બેઠે. વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ પ્રતિબિંબ ત્રણે દિશાઓમાં રત્નમય સિંહાસન ઉપર વિકુવ્યું.
ઉદ્યાનના રક્ષક પુરૂષોએ ચોદમાં તીર્થકર શ્રી અનંતનાથ પ્રભુ સેમેસર્યાના ખબર પુરૂષોત્તમ વાસુદેવને નિવેદન કર્યા. તેમને સાડાબાર કોટી સેનૈયા આપી વાસુદેવ બળભદ્રને સાથે લઈ સમવસરણમાં આવ્યા ત્યાં પ્રદક્ષિણા પૂર્વક પ્રભુએ પ્રણામ કરી અગ્રજ બંધુ સહિત ઈદ્રની પછવાડે બેઠા. પછી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્દે ઉભા થઈ ફરીવાર નમસ્કાર કરી ભક્તિવડે ગદ્ગદ્ વાણીથી ભગવંતની સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે પ્રભુ! જ્યાં સુધી તમે અધીશ્વર થયા નથી, ત્યાં સુધી જ પ્રાણીઓના મનરૂપી ધનને વિષય રૂપ તસ્કરો ચોરી શકે છે. લોકોની દૃષ્ટિને અંધ કરનારું અને વિસ્તાર પામતું કપરૂપી અંધારું તમારા દર્શનરૂપ અમૃતાંજનથી દૂર નાસી જાય છે. જ્યાં “સુધી અજ્ઞ પ્રાણીઓ તમારા વચનરૂપ મંત્રને સાંભળતા નથી ત્યાં સુધી જ તેમને માન“રૂપી ભૂત વળગ્યા કરે છે. તમારા પ્રસાદથી માયારૂપ બેડીને તોડી સરલતારૂપ વાહછે નમાં બેસનારા પ્રાણીઓને મક્તિ કાંઇ પણ દૂર નથી. જેમ જેમ પ્રાણીઓ નિઃસ્પૃહતાથી તમારી ઉપાસના કરે છે તેમ તેમ તમે તેમને ઉત્કૃષ્ટ ફળ આપે છે, એ મોટું