________________
પર્વ ૪ થું
૧૩૫
પાંચહજાર ને પાંચસે મનઃ૫ર્યવજ્ઞાની, તેટલાજ કેવલજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો અને ચારલાખ અને ચોત્રીસહજાર શ્રાવિકાઓએટલો પરિ. વા૨ કેવલજ્ઞાન પછી બે વર્ષે ઉણા પંદરલાખ વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતા વિમલનાથ પ્રભુને થયે. પછી પિતાને નિર્વાણકાળ નજીક આવેલે જાણે પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા, અને ત્યાં છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી આષાઢ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં. તે સર્વે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. પછી ઈંદ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુને અને બીજા મુનિઓને નિર્વાણમહિમા કર્યો.પંદરલાખ વર્ષ કૌમાર વયમાં, ત્રીશલાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદરલાખ વર્ષ વ્રતમાં–એમ સર્વ મળીને સાઠલાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વીમળનાથ પ્રભુનો નિર્વાણકાલ થયા.
સ્વયંભૂ વાસુદેવે આશ્ચર્યકારી અધૂર્યના મદથી વિવેક રહિત થઈને અનેક ક્રર કર્મો કર્યા, જેથી પિતાનું સાઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છે તે પ્રકારનાં માઠા કર્મોથી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. બારહજાર વર્ષ કુમારપણામાં તેટલાજ મંડલિકપણુમાં, નેવું વર્ષ દિવિજયમાં અને ઓગણસાઠ લાખ પંચોતેર હજાર નવસે ને દશ વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી સાઠલાખ વર્ષનું તેમનું આયુષ્ય પૂર્ણ થયું હતું.
પિતાના બંધુના મૃત્યુ સંબંધી વિપત્તિના શેકથી વિરક્ત થયેલા ભદ્ર બલદેવ મુનિચંદ્ર મુનિની પાસે વ્રત ગ્રહણ કરી, પાંસઠલાખ વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, કાળધર્મ પામીને પરમપદને પ્રાપ્ત થયા.
#23238428829 8888888888888888888
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीविमलनाथस्वयंभूभद्रमेरकचरित्र
વળનો નામ તાઃ સ રૂ . ઐ38888888888888888888888888888888@BE