SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સર્ગ ૨ જે. ભરતક્ષેત્રની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે, તે તમારા દર્શને તેઓના પાપનો નાશ કરે તેમાં “શું કહેવું ! હે પ્રભુ ! ઘુવડ પક્ષીઓની જેમ મિથ્યાદષ્ટિ પુરૂષોને તમારું દર્શન કેવલજ્ઞા“ન રૂ૫ સૂર્યના પ્રકાશના અભાવનું જ કારણ થશે. તમારા દર્શનરૂપ અમૃતપાનવડે જેમના “શરીર ઉચ્છવાસ પામેલા છે એવા પ્રાણીઓના કર્મબંધ આજે અવશ્ય તુટી જશે. વિવેકરૂપી દર્પણને સાફ કરવામાં તત્પર અને કલ્યાણવૃક્ષના બીજ જેવા તમારા ચરણનાં રજ“કણે અમને પવિત્ર કરો. હે સ્વામી ! અમૃતના ગંડૂષ જેવા તમારાં દેશના વચને સંસા“રરૂપ મરૂદેશમાં મગ્ન થયેલા અને સ્વસ્થ કરવાને માટે થાઓ.” - આ પ્રમાણે સ્તુતિ કરી તેઓ વિરામ પામ્યા, એટલે વિમલનાથ પ્રભુએ નિર્મલ ધર્મદેશના આપવાને આરંભ કર્યો. - “અકામ નિજારૂપ પુણ્યથી પ્રાણીને સ્થાવરપણાથી ત્રસપણું કે તિર્યંચ પંચેદ્રીપણું “માંડ માંડ પ્રાપ્ત થાય છે. તેમાં પણ જ્યારે કર્મની લાઘવતા થાય ત્યારે પછી માનુષ્ય “જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, સર્વ ઇદ્રિનું પાટવ અને દીર્ઘ આયુષ્ય કથંચિત્ મેળ“વાય છે. તે કરતાં પણ વિશેષ પુણ્ય હોય તે ધર્મકથક ગુરુની જોગવાઈ અને શાસ્ત્રનું “શ્રવણ તથા તેમાં શ્રદ્ધા એટલાં વાનાં પ્રાપ્ત થાય છે, પણ તેમાં તત્ત્વનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું ઘણું દુર્લભ છે. જિનપ્રવચનમાં જેવું બધિરત્ન અત્યંત દુર્લભ છે તેવું રાજા“પણું, ચક્રવત્તીપણું કે ઇદ્રપણું મેળવવું દુર્લભ નથી. સર્વ જીવોએ પૂર્વે અનંતવા૨ સર્વ “ભાવે પ્રાપ્ત કરેલા હશે, પણ જ્યાં સુધી આ સંસારમાં તે જેનું પરિભ્રમણ જોવામાં “આવે છે ત્યાં સુધી તેઓએ કદિ પણ બોધિરત્નની પ્રાપ્તિ કરેલી જણાતી નથી. સર્વ “પ્રાણીઓને આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુદ્ગલ પરાવર્તન થઈ ગયાં છે, પરંતુ “જ્યારે છેલ્લે અદ્ધપુદગલપરાવર્તન સંસાર અવશેષ રહે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ એક “કેટકેટી સાગરોપમથી ઓછી યથાપ્રવૃત્તિકરણ વડે કરીને કે પ્રાણી ગ્રંથિભેદ થવાથી “ઉત્તમ બેધિને પામે છે. કેટલાએક છે યથાપ્રવૃત્તિકરણ કરવાથી તે ગ્રંથિના સીમાડા ઉપર પ્રાપ્ત થયા હોય, તે પણ ત્યાંથી સીદઈને પાછા વળે છે અને પાછા સંસારમાં “ભમે છે. કુશાસ્ત્રનું શ્રવણ, મિથ્યાદષ્ટિને સમાગમ, નઠારી વાસના અને પ્રમાદ કરવાની વ–એ સમકિતપ્રાપ્તિની સામે થનારા શત્રુઓ છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ પણ દુર્લભ કહેલી છે પણ જો બોધિની પ્રાપ્તિ થઈ હોય તે તે સફલ છે, અન્યથા નિષ્ફલ છે. અભવ્ય “પ્રાણીઓ પણ ચારિત્ર ગ્રહણ કરીને નવમાં ચૈવેયક સુધી ઉત્પન્ન થાય છે પણ બધિ વિના “તેઓ મોક્ષપદને પામી શકતા નથી. ચક્રવતી પણ બોધિરત્નની પ્રાપ્તિ વિના રાંક જે છે. અને બધિરનને પ્રાપ્ત કરનાર રાંક હોય તે પણ તેનાથી અધિક છે. જેને નની પ્રાપ્તિ થઈ હોય છે તેઓ કદિ પણ આ સંસારમાં રાગ કરતા નથી, પણ મમતારહિત થઈને મુકતપણે મુક્તિમાર્ગને જ ભજે છે.” પ્રભુની આવી દેશના સાંભળીને ઘણું લકે એ દીક્ષા લીધી, સ્વયંભૂ વાસુદેવ સમકિત પામ્યા, અને બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. જ્યારે પ્રથમ પિરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણધરે તેવી જ રીતે દેશના આપી. બીજી પિરથી જયારે પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના પૂર્ણ કરી. પછી ઈદ્ર, વાસુદેવ તથા બલભદ્ર વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા અને લોકોના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમલપ્રભુએ પુર, ગ્રામ, ખાણ અને દ્રાણમુખ વિગેરેમાં વિહાર કર્યો. અડસઠહજાર મહાત્મા સાધુઓ, એકલાખ ને આઠસે સાધ્વીઓ, અગ્યારસો ચૌદ પૂર્વ ધારી, ચારહજાર ને આઠસે અવધિજ્ઞાની
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy