SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જો ૧૨૪ ભસ્મવર્ડ અંગરાગ અને કાપીનને ધારણ કરે છે, આકડા ધતૂરો અને માલૂરના “પુષ્પાથી દેવને પૂજે છે, ગીત નૃત્ય કરતાં વારંવાર અપશબ્દો ખેાલે છે, મુખ વગાડીને “ગીતનાદ આચરે છે, અસભ્ય ભાષાપૂર્વક દેવ, મુનિ અને લેાકને હણે છે, તને ભંગ “કરીને દાસી દાસપણું કરવાને ઇચ્છે છે, અનંતકાય એવા કદાદિ તથા ફુલ, મૂલ અને પાંદડાંઓનુ ભક્ષણ કરે છે, સ્ત્રી અને પુત્ર સહિત જઈ ને વનમાં વસે છે, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેચ અને ગમ્ય અગમ્યમાં સમાનપણે વર્તે છે, ચેાગી એવા નામે પ્રસિદ્ધ થાય “છે, અને કેટલાક કૌલાચાર્યના શિષ્ય થાય છે. એને અને એ સિવાય બીજા પણ કૈ જેઓનાં ચિત્તમાં જૈનશાસનના સ્પર્શ થયા નથી એવાઓને ધર્મ શું ? તેનુ ફૂલ પણ “શું ? અને તેમના ધર્માંમાં પ્રમાણ પણ શું ? “શ્રીજિને...દ્ર ભાષિત ધર્માંના આરાધનથી આ લાકમાં અને પરલેાકમાં જે સુખકારી ફૂલ થાય તે તા તેનુ આનુષંગિક (અવાંતર) ફૂલ છે, પણ તેનું મુખ્ય કુલ તા “માક્ષજ છે, જેમ કૃષિ કરવાના મુખ્ય હેતુ ધાન્ય મેળવવાના છે, તેમાં લાલ વિગેરે જે થાય તે આનુષગિક લ છે. તેમ ધર્મ કરવાનું મુખ્ય ફલ મેાક્ષજ છે, તેમાં જે “સાંસારિક ફૂલ થાય છે તે તે આનુષંગિક ફલ છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લેાકેાએ દીક્ષા ગ્રહણ કરી; દ્વિધૃષ્ટ કુમારને સમકિત પ્રાપ્ત થયું અને બલભદ્રે શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રથમ પારષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી; પછી સૂક્ષ્મ નામના ગણધરે બીજી પારષી સુધી દેશના આપી. પછી પ્રભુએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યા; અને ઇંદ્ર, ઉપેન્દ્ર તથા ખલભદ્ર વિગેરે પોતપાતાને સ્થાનકે ગયા. ખેતેર હજાર મહાત્મા સાધુએ, સમની શેાભાને ધરનારી એક લાખ સાધ્વીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વ ધારી, પાંચહજારને ચારસા અવધિજ્ઞાની, છહજાર ને એકસા મન:પર્ય વજ્ઞાની, છ હજાર કેવલજ્ઞાની, દશહજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસેા વાદ લબ્ધિવાળા, બે લાખ ને પદર હજાર શ્રાવકો અને ચાર લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે એક માસે ઉણા ચાપનલાખ વર્ષાંસુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા વાસુપૂજ્ય પ્રભુના પિરવાર થયા. પછી પેાતાના મેાક્ષકાલ નજીક આવેલા જાણીને પ્રભુ ચંપા નગરીએ પધાર્યા. ત્યાં છસા મુનિઓની સાથે પ્રભુએ અનશન અંગીકાર કર્યું". એક માસને અંતે આષાઢ માસની શુકલ ચતુર્દશીએ ચાંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવતાં પ્રભુ છસા મુનિએની સાથે માક્ષે ગયા. કુમારવયમાં અઢારલાખ વર્ષ અને વ્રતમાં ચાપનલાખ વર્ષ એ પ્રમાણે ખેતેર લાખ વર્ષનું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું આયુષ્ય સ ́પૂર્ણ થયુ. શ્રેયાંસ પ્રભુના નિર્વાણ પછી ચાપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન્ નિર્વાણને પ્રાપ્ત થયા. તે વખતે દેવતાઓની સાથે ઇંદ્રાએ પ્રભુના અને તેમના શિષ્યાના યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો. મોટા આરભ અને પરિગ્રહવાળા દ્વિધૃષ્ટ વાસુદેવ, કેસરીસિ ંહની જેમ નિઃશંક અને દેવની પેઠે સુખમાં નિમગ્ન થઇ, યથેષ્ઠ ભાગ ભેગવી, પાતાના આયુષ્યને પૂર્ણ કરી પ્રાંતે મૃત્યુ પામીને તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયો. દ્વિધૃષ્ટ વાસુદેવને કુમારવયમાં પચાતેરહજાર વર્ષોં, તેટલાજ મ`ડલિકપણામાં, દિગ્વિજયમાં એકસા વર્ષ અને રાજ્યે ૧ કાપીન–લગાટી. ૨ પેટાનુ” ફળ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy