SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ “રત્નને લેશ પણ જાણ પર્વ ૪ થું ૧૨૩ “વાણીમાં તત્ત્વાર્થ હોય છે અને કેઈકના મનમાં તત્ત્વાર્થ હોય છે, પણ જિનમતને સ્પર્શ “કરનાર પુરૂષની તે વાણીમાં, મનમાં ક્રિયામાં–સર્વમાં તત્વાર્થ હોય છે. વેદ શા“સ્ત્રને પરાધીન બુદ્ધિવાળા અને કંઠમાં સૂત્ર (જનોઈ) પહેરનારા બ્રાહ્મણે તત્વથી ધર્મ.. રત્નને લેશ પણ જાણતા નથી. ગમેધ, નવમેધ અને અશ્વમેધાદિક યજ્ઞ કરનારા પ્રાણઘાતક યાજ્ઞિક બ્રાહ્મણોને શી રીતે ધર્મ પ્રાપ્ત થાય? જેમાં શ્રદ્ધા થાય નહીં તેવી “અછતી પરસ્પર વિરોધી એવી કલ્પિત વસ્તુને કહેનારા પુરાણકર્તાઓમાં પણ કયાંથી “ધર્મ હોય? બેટી બેટી વ્યવસ્થા વડે પર દ્રવ્યને ગ્રહણ કરવાને ઈચ્છતા એવા સ્માર્નાદિક, “પુરૂષમાં માત્ર માટીને પાણી વડે કેવી રીતે શૌચ (શુદ્ધિ)પણું હોય? ઋતુકાળને વ્યતિક્રમ “થતાં સ્ત્રીસેવન ન કરે તો ગર્ભ હત્યાનું પાપ લાગે એવું કહેનારા અને બ્રહ્મચર્યને નાશ “કરનારા પુરૂષોમાં શી રીતે ધર્મ સંભવે ? યજમાન પાસેથી સર્વસ્વ લેવા ઈચ્છતા અને “દ્રવ્યને માટે પ્રાણને પણ ત્યાગ કરતા એવા બ્રાહ્મણોમાં અકિંચન (નિષ્પરિગ્રહ) પણું “ક્યાંથી હોય? અલ્પમાત્ર અપરાધ થતાં ક્ષણવારમાં શાપ આપનાર એવા લૌકિક ઋષિએમાં ક્ષમાનો લેશ પણ જોવામાં આવતો નથી. જાતિ વિગેરેના મદથી અને દુરાચરણથી જેમનાં ચિત્ત નાચ્યાં કરે છે એવા ચોથા આશ્રમમાં રહેનારા (સંન્યાસી), બ્રાહ્મણોમાં “કેમલતા (નિરભિમાનપણું) કયાં જોવામાં આવે છે? અંદર દંભ રાખનારા અને બહાર “બગલાભક્ત બની રહેનારા એવા પાખંડ વ્રતવાળા દ્વિજેમાં સરલતાને એક લેશ પણ નથી. સ્ત્રી, ગૃહ અને પુત્રાદિકના પરિગ્રહવાળા અને લોભન તો એક કુળગ્રહરૂપ “બ્રાહ્મણોની કેવી રીતે મુકિત થાય? અથવા તેમાં નિર્લોભતા ધર્મ કેમ સંભવે ? માટે “રાગ, દ્વેષ અને મોહથી વજિત તથા કેવલજ્ઞાનથી શોભનારા અહંત ભગવતેની તેમના “ઉજજવલ ધર્મ ઉપરથી જ નિર્દોષતા સિદ્ધ થાય છે. રાગ, દ્વેષ અને મેહથીજ માણસમાં “અસત્યવાદીપણું આવે છે, તો તે દેષ અહંત ભગવંતમાં લેશ પણ હોતા નથી તે શી “રીતે તેમનામાં અસત્યવાદીપણું આવી શકે ? જેઓનાં ચિત્ત રાગાદિક દેથી “કલુષિત થયેલાં હોય છે તેઓને મુખમાંથી કદિપણ સત્યવાણી નીકળતી નથી. જેઓ “યાગ હોમ વિગેરે ઈષ્ટ કર્મ કરે છે, વાપી, કૃપ અને તળાવ વિગેરેમાં નહાવાથી પુણ્ય માને છે, પશુને ઘાત કરીને સ્વર્ગલોકનું સુખ શોધે છે, બ્રાહ્મણોને ભેજન આપવાથી “પિતૃઓને તૃપ્ત કરવાને ઈરછે છે, ધૃતનિ વિગેરે કરીને પ્રાયશ્ચિત કરે છે, પાંચ પ્રકારની આપત્તિઓ આવતાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવે છે, જે સ્ત્રીમાં પત્ર થવાનાં “સંભવ હોય તે તેનામાં ક્ષેત્રજપુત્રની ઉત્પત્તિ કરવી એ પ્રમાણે કહે છે, દેષિત “સ્ત્રીઓ રજ (અંતરાય) આવે ત્યારે શુદ્ધ થાય છે એ પ્રમાણે માને છે, કલ્યાણની બુ“દ્ધિથી યજ્ઞમાં બકરાને મારી તેના શિશ્ન (લિંગ)થી આજીવિકા કરે છે, સૌત્રામણિ અને સપ્તતંતુ યજ્ઞમાં મદિરાનું પાન કરે છે, વિષ્ટા ખાનારી ગાયને સ્પર્શ કરીને પવિત્ર થવાનું માને છે, જલાદિકમાં માત્ર સ્નાન કરવાથી પાપની શુદ્ધિ થાય એમ “બોલે છે, વડ પીપલા અને આંબલી વિગેરે વૃક્ષોની પૂજા કરે છે, અગ્નિમાં હોમેલા હવ્ય. થી દેવને તૃપ્ત કરેલા માને છે, પૃથ્વી ઉપર ગાય દોવાથી રિષ્ટની શાંતિ થાય એમ વદે છે, સ્ત્રીઓને માત્ર વિડંબન કરે તેવા ધર્મવ્રતને ઉપદેશ કરે છે, મોટી જટા, ૧ ધૃતયોનિનું પ્રાયશ્ચિત્ત દદર્શનમાં અપાય છે. જે કોઈ પુરૂષ પરસ્ત્રીસંગ કરે છે તે વૃતની યોનિ કરીને તેનું દાન આપવા રૂપ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે. ૨ પિતાના પુરૂષના અભાવે બીજા પુરૂષના સંગથી જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરે તે ક્ષેત્રજ, કહેવાય છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy