________________
પર્વ ૨ જું
૩૦૩ કારણ કે પુત્રને અર્થે શેકાત્ત થયેલા પુરુષે શું અંગીકાર નથી કરતા?” પછી કુળદેવીએ કહ્યું-“જેના ઘરમાં કોઈ મૃત્યુ પામેલ ન હોય તેવા કે ઘરમાંથી તું સત્વર માંગલિક અગ્નિ લાવ.' પછી તે પુત્રને જીવાડવાના લોભથી હંમેશાં દરેક ઘરમાં તેવી રીતે પૂછો પૂછતો હું બાળકની જેમ ભ્રાંતિથી ભમવા લાગ્યો. સર્વ માણસોને પૂછતાં બધા તેમને ઘેર અસંખ્ય માણસે મરેલા છે એમ કહેવા લાગ્યા, પણ કોઈ મરણ રહિત ઘર નીકળ્યું નહીં. તેની અપ્રાપ્તિથી આશાભંગ થયેલા મેં મૃત્યુ પામેલાની જેમ નષ્ટબુદ્ધિવાળા થઈને દીનપણે તે સર્વ કુળદેવીને નિવેદન કર્યું. કુળદેવીએ કહ્યું-“જે કઈ મંગળગૃહ ન હોય તે તમારું અમંગળ મટાડવાને હું કેમ સમર્થ થઈ શકુ?” એવી તે દેવીની વાણીથી તોત્ર(ગોફણ)ની જેમ દરેક ગામ અને દરેક શહેરમાં ફરતા ફરતે હું અહીં આવી ચડે છું. હે રાજા! તમે સઘળી પૃથ્વીના પ્રખ્યાત રક્ષક છો, બળવાનના અગ્રેસર એવા તમારી તુલ્ય કઈ બીજ નથી, વૈતાઢય પર્વતના દુગ પર રહેલી બને શ્રેણીમાં રહેલા વિદ્યારે પણ માળાની જેમ તમારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરે છે, દેવતાઓ પણ ચાકરની જેમ તમારી આજ્ઞા પાળે છે, નવ નિધિ પણ હમેશાં તમને વાંછિત અર્થ આપે છે, તેથી દીન લકને શરણ આપવામાં સદાવ્રતવાળા એવા તમારે શરણે હું આવ્યો છું; માટે મારે સારુ કોઈ ઠેકાણેથી પણ મંગળ અગ્નિ મગાવી આપો કે જેથી તે દેવી મારા પુત્રને જીવતે કરી આપે. હું પુત્રના મૃત્યુથી ઘણો દુઃખી થયેલ છું.”
રાજા સંસારના સ્વરૂપને જાણતા હતા તે પણ કપાવશ થઈને તેના દુઃખે દુઃખી થઈ પાછા કાંઈક વિચારીને આ પ્રમાણે તેને કહેવા લાગ્યા. “હે ભાઈ! આ પૃથ્વીમાં પર્વતમાં મેરુની જેમ સર્વ ગૃહમાં અમારું ઘર ઘણું ઉત્કૃષ્ટ છે; પરંતુ આ ઘરમાં પણ ત્રણ જગતમાં માનવા યોગ્ય શાસનવાળા તીર્થકરોમાં પ્રથમ અને રાજાઓમાં પણ પ્રથમ, વળી લક્ષ યોજન ઊંચા મેરુપર્વતને દંડરૂપ કરી પોતાના ભુજદંડથી આ પૃથ્વીને પણ છત્ર કરવામાં સમર્થ અને ચેસઠ ઇદ્રોના મુગટથી જેના ચરણનખની પંક્તિ ઉત્તેજિત થયેલી છે એવા ઋષભસ્વામી પણ કાળના ગે મૃત્યુ પામ્યા છે. તેમના પહેલા પુત્ર ભરતરાજ કે જે ચક્રવત્તી એમાં પ્રથમ, સુરાસુરે પણ જેની આજ્ઞા હર્ષથી વહન કરતા હતા અને જે સૌધર્મેદ્રના અર્ધાસન ઉપર બિરાજતા હતા તે પણ કાળ જતાં આયુષ્યની સમાપ્તિને પામી ગયા. તેમના નાના ભાઈ કે જે ભુજપરાક્રમીઓમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ધુર્ય કહેવાતા હતા અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પાડા, હાથી અને અષ્ટાપદ વિગેરે જાનવર જેમના શરીર સાથે પોતાનું શરીર ખંજવાળતા હતા તો પણ જે એક પિતપણે વજદંડની જેમ એક વર્ષ સુધી પ્રતિમધારી રહ્યા હતા, એવા બાહુપરાક્રમી બાહુબલિ પણ આયુષ્ય સંપૂર્ણ થતાં જરાવાર પણ વધારે રહી શક્યા નહીં. ઉગ્ર તેજથી આદિત્ય જેવા આદિત્યયશા નામે પરાક્રમથી જૂન નહીં એવા તે ભરતકીના પુત્ર થયા હતા; તેનો પુત્ર મહાયશા નામે થયે, જેને યશ દિગંતમાં ગવાતે હતો અને જે સર્વ પરાક્રમીમાં શિરોમણિ હવે તેને અતિબેલ નામે પુત્ર થયે, તે ઇંદ્રની જેમ આ પૃથ્વી પર અખંડ શાસનવાળે રાજા થયે હતો. તેને પુત્ર બળભદ્ર થયે, તે બળથી જગતને વશ કરનાર અને તેજથી જાણે સૂર્ય હોય તેવો હત; તેને પુત્ર બળવીર્ય થયે, તે મહાપરાક્રમી, શૌર્ય અને હૈયે ધારીમાં મુખ્ય અને રાજાઓને અગ્રેસર થયે હત; કીર્તિ અને વીર્યથી શેભતે તેને પુત્ર કીત્તિવીર્ય નામે પ્રખ્યાત થયે, તે એક દીવાથી જેમ બીજે દીવો થાય તે જ ઉજજવળ થયે; તેને પુત્ર હાથીઓમાં ગંધહરિતની જેમ અને આયુધોમાં વજ