SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સર્ગ ૬ ઠે છે ? અથવા બીજું કાંઈ તમને દુઃખ છે? જે તમને દુઃખકારી હોય તે તમે મને કહો.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે નટના જેમ ઘણું આંસુ પાડતે તે બ્રાહ્મણ અંજલિ જોડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્ય-“ હે રાજા ! ઈદ્રવડે સ્વર્ગની જેવા ન્યાય અને પરાક્રમથી શોભતા એવા તમારાથી આ ષખંડની પૃથ્વી રાજન્વતી છે. તેની અંદર કોઈ પણ કેઈનું સુવર્ણરત્નાદિક લઈ શકતું નથી. પૈસાદાર લોકો પોતાના ઘરની જેમ બે ગામની વચ્ચે રસ્તામાં પણ સૂઈ રહે છે. પોતાના ઉત્તમ કુળની જેમ કઈ થાપણ ઓળવતું નથી અને ગામના આરક્ષકે પિતાના પુત્રની જેમ પ્રજાની રક્ષા કરે છે. અધિક ધન મળે તેવું હોય તે પણ ઘટતી રીતે માલના અનુમાન પ્રમાણે જ દાણના અધિકારી અપરાધના પ્રમાણમાં દંડની જેમ યેચે દાણ ગ્રહણ કરે છે. ઉત્તમ સિદ્ધાંતને મેળવનારા શિષ્ય જેમ ફરીથી ગુરુની સાથે વિવાદ ન કરે તેમ ભાગીદાર છે કે ભાગ લઈને ફરી કાંઈ પણ વિવાદ કરતા નથી. તમારા રાજ્યમાં સર્વે ન્યાયી લે કે હેવાથી પરસ્ત્રીને બહેન, દીકરી, પુત્રવધૂ અને માતાની જેમ ગણે છે. જેમ યતિને આશ્રમમાં ન હોય તેમ તમારા રાજ્યમાં જરા પણ વરવાણી નથી જળમાં તાપ ન હોય તેમ તમારી સર્વસંતેષી પ્રજામાં કઈ જાતની આધિ નથી, ચોમાસામાં તૃષાની જેમ સર્વ ઔષધિય પૃથ્વી હોવાથી તેમાં વસનારા લેકમાં કોઈ પ્રકારનો વ્યાધિ નથી અને તમે સાક્ષત્ કલ્પવૃક્ષ હોવાથી કોઈને દારિદ્રય પણ નથી. તે સિવાય આ દુઃખની ખાણરૂપ સંસાર છતાં પણ બીજું કઈ પણ દુઃખ નથી, પણ ગરીબ એવા મને આ એક દુઃખ પ્રાપ્ત થયું છે. આ પૃથ્વીમાં સ્વર્ગના જે એક અવંતી નામે માટે દેશ છે. તે દેશ નિર્દોશ નગર, ઉદ્યાન અને નદી વિગેરેથી ઘણે મનહર છે. તે દેશમાં મોટા સરોવર, કૂવા, વાપિકા અને વિચિત્ર બગીચાથી સુંદર અને પૃથ્વીના તિલકરૂપ અભદ્ર નામે એક ગામ છે. તે ગામને રહેવાસી, વેદાધ્યયનમાં તત્પર અને શુદ્ધ બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલે હું અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. એક વખતે હું મારા પ્રાણપ્રિય પુત્રને તેની માતાને અર્પણ કરી વિશેષ વિદ્યા ભણવાને માટે બીજે ગામ ગયે. ભણતાં ભણતાં એક દિવસે મને વગર કારણે સ્વાભાવિક અરતિ ઉત્પન્ન થઈ. તે વખતે મેં વિચાર્યું કે “ આ મને મોટું અપશુકન થયું” એવા વિચારથી હું ક્ષેભ પામ્યો. અને તે અપશુકનથી ભય પામેલે હું, જાતિવંત ઘેડ જેમ પૂર્વાશ્રિત મંદુરા (અધશાળા)માં આવે તેમ મારે ગામ પાછો આવ્યું. દરથી મારું ઘર શોભારહિત મારા જોવામાં આવ્યું, તેથી “આ શું હશે ?” એવું જોવામાં હું ચિંતવતું હતું તેવામાં મારી ડાબી આંખ ખૂબ ફરકી, અને એક કાગડો સૂકા ઝાડ ઉપર બેસીને કઠોર શબ્દ બોલવા લાગ્યા. એવા અપશુકનથી બાણની જેમ હૃદયમાં વિધાયેલે હું કચવાતે મને ચાડીયા પુરુષની જેમ ઘરમાં પેઠે. મને આવતે જોઈને જેના કેશ વીંખાઈ ગયા હતા એવી મારી સ્ત્રી “હે પુત્ર ! હે પુત્ર !” એમ આક્રંદ કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. જરૂર મારો પુત્ર મૃત્યુ પામ્ય, એમ ચિત્તમાં નિશ્ચય કરી હું પણ પ્રાણ રહિત મનુષ્યની જેમ પૃથ્વી પર ઢળી પડયે. મારી મૂચ્છ વિરામ પામી, એટલે ફરીથી પણ કરુણ સ્વરે વિલાપ કરતો હું મારા ઘરમાં જોવા લાગ્યા. ત્યાં ઘરની વચમાં સર્પથી ડશેલે પુત્ર મારા જોવામાં આવ્યું. ભેજનાદિક પણ કર્યા સિવાય શેકનિમગ્ન અવસ્થામાં હું રાત્રે જાગતે બેઠે હતું તેવામાં મારી કુળદેવીએ આવીને મને કહ્યું- હે ભાઈ ! તું શા માટે આ પુત્રના મૃત્યુથી ઉદ્વેગ પામે છે? જો તું મારા આદેશ પ્રમાણે કરીશ તે હું તારા પુત્રને જીવાડીશ.” ત્યારે મેં કહ્યું-“હે દેવી ! આપને આદેશ મારે પ્રમાણ છે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy