________________
દ
સગ ૧ લે.
વગડાવી એવી ઘેાષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેઓ તેમની સાથે જવા ઇચ્છતા હોય તે ચાલેા. જેને પાત્ર નહિ હોય તેને તે પાત્ર આપશે, જેને વાહન નહિ હેાય તેને વાહન આપશે, જેને સહાય નહિ હાય તેને સહાય આપશે અને જેને પાથેય (ભાતુ) નહિ હોય તેને પાથેય આપશે. માગમાં ચાર લોકોથી અને શિકારી પ્રાણીએના ઉપદ્રવથી તે સની રક્ષા કરશે. જે કેાઈ અશક્ત હશે તેનું પોતાના ખંધુની માફક તે પાલન કરશે.” એવી રીતે ઉદ્ઘાષણા કરાવીને કુળસ્ત્રીએએ જેનુ મગળ કર્યુ છે એવા આચારયુક્ત સાથે વાહે સારા મુફ્તે રથમાં બેસી પ્રસ્થાન કર્યુ. પ્રયાણ વખતે જાણે તેની તરફથી ખેલાવનારા માણસા હોય એવા તેના લેરીવાદ્યના ભાંકાર શબ્દોથી વસંતપુર જવાની ઇચ્છાવાળા સર્વે લેાકેા નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા ધમ ધાય આચાર્યં સા વાહ પાસે આવ્યા. આચાય ને જોઈ સભ્રમથી ઊઠી, હાથ જોડી, સૂની માફક તપની કાંતિથી પ્રકાશમાન એવા તે આચાય ને સાવાહે વંદના કરી. પછી આગમનનું કારણ પૂછ્યું; એટલે ‘અમે તમારી સાથે આવશું” એમ આચાર્ય મહારાજે કહ્યું. એવું સાંભળી સા વાહે કહ્યું-‘હે ભગવન્ ! આજે હું ધન્ય થયા કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવેા છે. આપ ખુશીથી મારી સાથે ચાલા.’ પછી સાર્થવાહે પોતાના રસોઈ કરનારાઓને આજ્ઞા કરી- આ આચાર્યને માટે તમારે હમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.' સા વાહની એવી આજ્ઞા થતાં આચાયે કહ્યુ -‘ સાધુઓને પોતાને અર્થે કરેલા, કરાવેલા અને સંકલ્પ કરેલા ન હોય તેવા જ આહાર કલ્પે છે. હું સાપતિ ! વાવ, કૂવા અને તળાવમાં રહેલું જળ પણ અગ્નિ વગેરે શસ્રા સિવાય અચેત થતું નથી તેથી સાધુએને કલ્પતુ નથી, એવી, જિને દ્રશાસનમાં આજ્ઞા કરેલી છે.' એવા વખતમાં કોઈ પુરુષે આવીને ભ્રષ્ટ થયેલા સ`ધ્યાકાળનાં વાદળાંની જેવાં સુંદર વર્ણીનાં પાકેલાં આમ્રફળથી ભરેલા એક થાળ સાથે વાહની પાસે મૂકયા. ધન સાર્થવાહે ઘણા હવાળા મનથી આચાર્યને કહ્યું- આપ આ ક્ળા ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરશે.? આચાર્ય” કહ્યું- હું શ્રદ્ધાળુ! આવાં સચિત ફળને સ્પર્શી કરવા પણ મુનિને કલ્પે નહિ, તા તેનું ભાજન કરવું તેા કેમ જ કલ્પે ? ’ સાર્થવાહે કહ્યું– અહા ! તમે તે કોઈ મહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છે. આવા વ્રતને દક્ષ છતાં પણ પ્રમાદી પુરુષ એક દિવસ પણ ધારણ કરી શકે નહિ; તથાપિ આપ સાથે ચાલા; જે આપને પતુ હશે તેવું અન્નાદિક હું આપને આપીશ.’ એવી રીતે કહી નમસ્કાર કરી, તેણે મુનિને વિસ, પછી સાથ વાહ મોટા તરંગાથી જેમ સમુદ્ર ચાલે તેમ ચંચળ ઘેાડા, ઊંટ, શકટ અને બળદો સહિત ચાલવા લાગ્યા. આચાય પણ જાણે મૂર્તિમંત થયેલા મૂળ ગુણુ અને ઉત્તર ગુણુ હાય એવા સાધુઓથી આવૃત્ત થઈ ચાલવા લાગ્યા. સર્વ સંઘની આગળ ધનસા વાહ ચાલતા હતા, તેની પાછળ સા વાહને મિત્ર મણિભદ્ર ચાલતા હતા અને બંને બાજુએ અવારિત અસ્વારાના સમૂહ ચાલતા હતા. તે સમયે સા વાહે શ્વેત છત્રાથી જાણે શરઋતુના મેઘમય હોય તેવું અને મયૂર છત્રાથી જાણે વર્ષાઋતુના મેઘમય હોય તેવુ આકાશ કરી દીધું હતું. ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે છે તેમ તે સાથ વાહનાં દુહુ ઉપસ્કરને ઊંટ, બળદ, સાંઢ, ખચ્ચર અને ખરેએ વહન કર્યા હતા. વેગથી જેએના ચરણપાત જણાતા નથી તેથી જાણે મૃગલા હોય અને પૃષ્ટ ઉપર ગુણા લાદેલી છે તેથી જાણે ઊંચી પાંખાવાળા હોય તેવા ઊટા ઝડપથી ચાલતાં હતાં. અંદર બેઠેલા યુવાન લાકોને ક્રીડા કરવાને ચાગ્ય
* આ વાયુ પૃથ્વીની નીચે આધારભૂત છે.