________________
ચરિત્રારંભ
ઉપર કહેલા ૨૪ તીર્થકરોના તીર્થોની અંદર બાર ચક્રવર્તી, નવ અદ્ધ ચક્રવતી, નવ બળદેવ અને નવ પ્રતિવાસુદેવ થયેલા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળની અંદર થયેલા ત્રિષષ્ટિ (૬૩) શલાકા પુરુષ છે. તેમાંના કેટલાએકને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થયેલી છે અને કેટલાએકને થવાની છે. શલાકા પુરુષપણુથી શોભતા એવા તેઓનું ચરિત્ર અમે કહીએ છીએ; કારણ કે મહાત્મા જનનું કીર્તન કરવું તે કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે. તેમાં પ્રથમ ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર, તેમના સમકિતપ્રાપ્તિના કારણરૂપ એવા પ્રથમ ભાવથી માંડીને કહીએ છીએ.
અસંખ્ય સમુદ્ર તથા અસંખ્ય દ્વીપરૂપી કંકણે વડે અને વામય વેદિકા વડે વીંટાઈ રહેલે જ બુદ્વીપ નામે દ્વીપ છે. નદીઓ, ક્ષેત્રે અને વર્ષધર પર્વતોથી શોભતા એવા તે જબુદ્વીપના મધ્ય ભાગમાં જાણે તેની નાભિ હોય તે સુવર્ણ ને રત્નમય મેરુપર્વત આવેલ છે. તે લાખ જન ઊંચે છે. ત્રણ મેખળાથી શુભ છે. ૩ ચાલીશ જનની તેની ઉપર ચૂલિકા છે અને તે અહંતના ચિચેથી ઘણે શેભી રહ્યો છે. તેની પશ્ચિમ તરફના ભાગમાં રહેલા વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક ક્ષિતિમંડલના કે મંડળરૂપ નગર છે. તે નગરમાં ધર્મકર્મમાં સાવધાન અને ઘણી સમૃદ્ધિએ શુભ પ્રસન્નચંદ્ર નામે ઇંદ્ર સમાન રાજા હતા. તે નગરમાં સર્વ સરિતાઓનું સ્થાન જેમ સમુદ્ર છે તેમ સર્વ સંપત્તિઓના સ્થાનરૂપ અને યશરૂપી ધનવાળો ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. મોટી ઇચ્છાવાળા તે સાર્થવાહ પાસે કેઈની ધારણામાં ન આવી શકે તેટલી તથા ચંદ્રકાંતિની માફક પોપકાર કરવા રૂપ ફળવાળી ઘણી લક્ષમી હતી. હમેશાં સદાચારરૂપી નદીના પ્રવાહ માટે પર્વત સમાન અને સર્વ પૃથ્વીને પવિત્ર કરનાર તે ધનશેઠ સર્વને સેવા કરવા ગ્ય હતું. તેનામાં યશરૂપી વૃક્ષના અમેઘપ બીજના જેવા ઔદાર્ય, ગાંભીર્ય અને ધૈર્ય વગેરે ગુણો હતા. તે સાથે વાહને ઘેર કણના ઢગલાની પેઠે રત્નોના ઢગલા હતા અને ગુણોની માફક દિવ્ય વસ્ત્રોના ઢગલા હતા. જળજતુઓથી જેમ સમુદ્ર શોભે તેમ ઘેડા, ખાચર, ઊંટ અને બીજા વાહનથી તેનું ભવન શેતું હતું. સર્વ શારીરિક વાયુમાં પ્રાણવાયુના પેઠે તે સાર્થવાહ ધનાઢય, ગુણી અને કીર્તિવંત લેકમાં અગ્રેસર હતા. જેમ મહા સંરે વરની નજીકની ભૂમિ તેનાં ઝરણાં વડે પુરાઈ જાય છે તેમ ઘણું દ્રવ્યવાળ તે સાર્થવાહના ધનથી તેના સેવકો ભરપૂર થઈ ગયા હતા.
એક વખત જાણે મૂર્તિમંત ઉત્સાહ હોય એવા તે સાર્થવાહે મેટા ઉપસ્કર લઈને વસંતપુર જવાની ઈચ્છા કરી. ત્યારે તેણે સર્વ નગરમાં પિતાના માણસ પાસે +પટ ૧. એ સર્વે તે ભવમાં અથવા આગામી ભવમાં નિશ્ચયે મોક્ષગામી હોવાથી તેઓ શલાકા પુરષ કહેવાય
છે. ૨. વર્ષ-ક્ષેત્ર તેને જુદા પાડનાર તે વર્ષધર-પર્વત. ૩. પ્રથમ મેખળા એ નંદનવન, બીજી - મેખળા એ સોમનસ વન અને ત્રીજી મેખળા એ પાંડુક વન છે. ૪. પૃથ્વીમંડળના. ૫. સફળ. ત્ર કરિયાણાં, + ઢેલ ટીપાવીને.