________________
૨૩૦
સર્ગ ૨ જે
ઈદ્ર પિતાના પાલક નામના આભિગિક દેવતાને સ્વામીની પાસે જવા માટે એક વિમાન રચવાની આજ્ઞા કરી, તેથી તેણે લક્ષ જન વિસ્તારવાળું, જાણે બીજે જંબુદ્વિપ હોય તેવું અને પાંચશે જન ઊંચું એક વિમાન વિકૃત કર્યું. તેની અંદર રહેલી રત્નોની ભતેથી જાણે ઉછળેલા પરવાળાવાળો સમુદ્ર હોય, સુવર્ણમય કુંભથી જાણે વિકસિત પદ્ધોવાળું સરેવર હોય, લાંબા વજાનાં વસ્ત્રોથી જાગે રાવું અંગમાં તિલકિત થયેલું હોય, વિચિત્ર રત્નશિખરથી જાણે અનેક મુગટેવાળું હોય, અને રત્નમય સ્તંભેથી જાણે લક્ષ્મીની હાથણીને આલાનખંભવાળું હોય અને રમણીક પૂતળીઓથી જાણે બીજી અપ્સરાઓથી આશ્રિત થયેલું હોય તેવું તે જણાતું હતું. તાલને ગ્રહણ કરનારા નટની જેમ કિંકિણી જાલથી તે મંડિત હતું. નક્ષત્ર સહિત આકાશની જેમ મતીના સાથી આથી અંકિત થયેલું હતું અને ઈહામૃગ, અશ્વ, વૃષભ, નર, કિન્નર, હાથી, હસ, વનલતા અને પદ્મલતાઓનાં ચિત્રોથી તે શણગારેલું હતું. જાણે મહાગિરિથી ઉતરતા વિસ્તાર પામેલા નિર્ઝરણાના તરંગે હોય તેવી તે વિમાનની ત્રણ દિશામાં સોપાનપંક્તિએ હતી. પાનપંક્તિની આગળ આગળ ઈકના અખંડ ધનુષની શ્રેણીના જાણે સહોદર હોય તેવાં તોરણે હતાં. તેનો મધ્યભાગ પરસ્પર મળી ગયેલા પુષ્કરમુખ અને ઉત્તમ દીપક શ્રેણીની જેમ સરખા તલવાળે અને કેમલતા સહિત હતો. સુસ્પર્શવાળા અને કોમળ કાંતિવાળા પંચવણી ચિત્રોથી વિચિત્ર થયેલ તે ભૂમિભાગ જાણે મયુર પિછાથી આસ્તીર્ણ થયો હોય તે શોભતો હતો. તેની મધ્યમાં લક્ષમીનું જાણે ક્રીડાગૃહ હોય અને નગરીને વિષે જાણે રાજગૃહ હોય તે પ્રેક્ષાગૃહમંડપ હતો. તેની વચ્ચે લંબાઈમાં અને વિસ્તારમાં આઠ જન પ્રમાણવાળી અને ઊંચાઈમાં ચાર જન પ્રમાણવાળી એક મણિપીઠિકા હતી. તેની ઉપર વીંટી ઉપર જડેલા મોટા માણિકની જેવું એક ઉત્તમ સિંહાસન હતું. તે સિંહાસન ઉપર ઠરી ગયેલી શરદઋતુની ચંદ્રિકાના પ્રસારના ભ્રમને આપનારે રૂપ જેવો ઉજજવલ ઉલેચ હતે. તે ઉલ્લેચની વચમાં એક વામય અંકશ લટકતો હતો. તેની નીચે એક કુંભિક મુક્તામાળા લટકતી હતી અને ચારે દિશામાં જાણે તેની અનુજ હોય તેવી અર્ધકુંભના પ્રમાણવાળા મુક્તાફળની ચાર માળા લટકતી હતી. મૃદુ પવનથી મંદ મંદ દેલન થતાં તે હાર ઇંદ્રની લક્ષ્મીને રમવાના હીંચકાની શેભાને ચારતા હતા. ઈંદ્રના મુખ્ય સિંહાસનની ઈશાન દિશામાં, ઉત્તર દિશામાં અને વાયવ્ય દિશામાં ચોરાશી હજાર સામાનિક દેવતાનાં તેટલાં રમણીક રત્નમય ભદ્રાસને હતાં. પૂર્વમાં ઇદ્રની આઠ ઈ પ્રાણીઓનાં આઠ આસન હતાં, તે જાણે લક્ષમીને ક્રીડા કરવાની માણિજ્ય વેદિકા હોય તેવાં શેભતો હતો, અગ્નિખૂણુમાં અત્યંતપર્ષદાના બાર હજાર દેવતાના સને હતો, દક્ષિણદિશામાં મધ્યપર્ષદાન ચૌદ હજાર દેવતાઓનાં આસને હતાં. નૈઋત્ય ખૂણમાં બાહ્યપર્ષદાના સેળ હજાર દેવતાનાં આસને રહેલાં હતાં. ઈંદ્રના સિંહાસનની પશ્ચિમમાં સાત સેનાપતિના સાત આસને જરા ઊંચાં રહેલાં હતાં અને આસપાસ ચારે દિશામાં રાશી રાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં સિંહાસન હતાં.
ઈદ્રની આજ્ઞાથી એવું વિમાન તરત જ તૈયાર કરવામાં આવ્યું. દેવતાઓની ઈષ્ટસિદ્ધિ મનવડે જ સિદ્ધ થાય છે. પ્રભુની સન્મુખ જવામાં ઉત્સુક થયેલા શકે તરત જ વિચિત્ર આભૂષણને ધરનારું ઉત્તરક્રિય રૂપ બનાવ્યું. પછી લાવણ્યરૂપી અમૃતવેલી સમાન આઠ ઈંદ્રાણીઓની સાથે અને મોટી નાટયસેના તથા ગંધર્વસેનાની સાથે હર્ષ પામેલ ઈ વિમાનની પ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના રત્નમય સે પાનને માર્ગે વિમાન ઉપર ચડે