________________
પર્વ ૧ લું વાળા સમુદ્રની પેઠે તેનું લલાટ ત્રિવલીથી લાંછિત થઈ ગયું. આવી રીતે થઈ શકે છે પિતાનું શત્રુઘાતક વજા અવલોકયું. એ વખતે તેમને એ કોપ જેઈને નૈમેષી સેનાપતિ ઊઠીને અંજલિ જેડી આ પ્રમાણે કહેવા લાગ્યો –“હે સ્વામી ! હું આજ્ઞાકારી હાજર છતાં આપને આવેશ કેની તરફ છે ? સુર, અસુર અને મનુષ્યમાં કોઈ પણ તમારી સરખો કે તમારાથી અધિક નથી. આ૫ના આસનકંપને જે હેતુ થયેલ હોય તે વિચારીને આપના આ દંડધારી સેવકને જણાવે.” એવી રીતે સેનાપતિએ કહેવાથી ઈદ્ર
અવધાન કરીને તત્કાળ અવધિજ્ઞાને જોયું, એટલે જૈનપ્રવચનથી ધર્મની જેમ અને દીપકથી વસ્તુની જેમ ઇંદ્ર અવધિજ્ઞાનથી બીજા તીર્થકરને જન્મ જા. પછી તે ચિંતવવા લાગ્યો કે “અહો ! બૂદ્વીપના ભારતવર્ષમાં વિનીતાનગરીને વિષે જિતશત્રુ રાજાની વિજયા દેવી રાણીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેથી આ મારા આસનને કંપ થયો છે. મને ધિક્કાર છે કે મેં આવું અવળું ચિંતયું ! ઐશ્વર્યાથી ઉન્મત્ત થયેલ જે હું તેનું તે મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ ચિંતવી પિતાનું સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી દઈ ઈદ્ર ઊભો થયે. સંભ્રમ સહિત તેણે તીર્થંકરની દિશા સન્મુખ જાણે પ્રસ્થાન સાધતું હોય તેમ કેટલાંએક પગલાં ભર્યા. પછી પૃથ્વી ઉપર દક્ષિણ જાનુને આરોપણ કરી, વામજાનું જરા નમાવી, હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી તેણે સ્વામીને નમસ્કાર કર્યો. શકસ્તવથી વંદના કરી, વેલાતટથી પાછા ફરેલા સમુદ્રની પેઠે પાછા ફરી ઈદ્ર સિંહાસન ઉપર બેઠા. પછી ગૃહસ્થ માણસ જેમ સ્વજનોને જણાવે તેમ તીર્થંકરનો જન્મ સર્વ દેવતાઓને જણાવવાનું અને તેમને ઉત્સવમાં બોલાવવાને જાણે મૂર્તિમાન હર્ષ હોય તેવા રોમાંચિત શરીરવાળા ઈદે પિતાના નગમેષી સેનાપતિને આજ્ઞા કરી. તૃષિત માણસ જેમ જળને સ્વીકાર કરે તેમ ઈદ્રના શાસનને આદર સહિત મસ્તકે ગ્રહણ કરી તે ચાલ્યા અને સુધર્મા સભારૂપી ગાયની જાણે કંઠઘંટા હોય તેવી સુઘોષા નામની યોજન મંડળવાળી ઘંટાને ત્રણ વખત તેણે વગાડી. મથન કરાતા સમુદ્રની જેમ તે વગાડવાથી સર્વ વિશ્વના કર્ણને અતિથિ સમાન એ મહાનાદ ઉત્પન્ન થયે; તેને લીધે એક ઓછી બત્રીસ લાખ ઘંટાઓ ગાયના નાદ પછી વાછડાના સ્વરની પેઠે તત્કાળ વાગી. તે સર્વ ઘંટાના ગાઢ શબ્દથી આખું સૌધર્મક૫ શબ્દાદ્વૈતમય થઈ ગયું. બત્રીશ લાખ વિમાનમાંહેના નિત્યપ્રમાદી એવા દેવતાઓ પણ એ નાદ સાંભળવાથી ગુફામાં સૂતેલા સિંહની જેમ પ્રબોધ પામ્યા. ઈદ્રની આજ્ઞાથી કેઈ દેવે ઘેષણરૂપી નાટકની નદીરૂપ આ સુઘોષા ઘંટા હમણુ વગાડેલી છે, માટે ઈદ્રની આજ્ઞાને પ્રકાશ કરનારી એ ઘેષણ અવશ્ય સાંભળવી જોઈએ; એવી આશા એ સર્વ દેવતા એ પોતાના કણું માંડીને રહ્યા. ઘંટાનો અવાજ શાંત થયો, એટલે ઈદ્રના સેનાનીએ મેટા કંઠશેષથી આ પ્રમાણે ઉદૂષણ કરી-“હે સૌધર્મ સ્વર્ગવાસી દેવતાઓ ! તમે સાંભળે. સ્વર્ગપતિ ઈદ્ર તમને એવી આજ્ઞા કરે છે કે--જબૂદ્વીપમાં ભરતખંડની અંદર અયોધ્યા નગરીના જિતશત્રુ રાજાની વિજયારાણીની કુક્ષીથી જગતના ગુરુ અને વિશ્વને અનુગ્રહ કરનારા બીજા તીર્થકર જગતના ભાદયથી આજે જન્મેલા છે. પિતાના આત્માને પવિત્ર કરવાને પ્રભુના જન્માભિષેકને માટે આપણે પરિવાર સહિત ત્યાં જવું જોઈએ; માટે તમારે સર્વેએ પોતાની સર્વ ઋદ્ધિ અને સર્વ બળ સહિત મારી સાથે આવવા માટે તત્કાળ અહીં આવવું” મેઘગર્જનાથી મયૂર જેમ એ ઘોષણથી સર્વ દેવતાઓ અમંદ આનંદ પામ્યા. તત્કાળ જાણે સ્વર્ગસંબંધી પ્રવહણે હોય તેવાં વિમાનમાં બેસી બેસીને આકાશસમુદ્રને આક્રમણ કરતા તેઓ ઈદ્રની સમીપે આવી પહોંચ્યા.