________________
મંગળાચરણું.
સગ ૧ લે
अनेकांतमतांभोधि-समुल्लासनचंद्रमाः । दद्यादमंदमानंद, भगवानभिनंदनः ॥६॥
સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા “શ્રી અભિનંદન” ભગવાન અત્યંત આનંદને આપે. | ૬ | घुस किरीटशाणाग्रो-त्तेजितांघ्रिनखावलिः । भगवान् सुमतिस्वामि, तनोत्वभिमतानि वः ॥७॥
દેવતાઓના મુગટરૂપી શરાના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંકિત તેજવંત “થએલી છે એવા “સુમતિસ્વામી” ભગવાન્ તમારા વાંછિતોને વિસ્તાર. ૭ | पद्मप्रभप्रभोदेह-भासः पुष्णंतु वः श्रियम् । अंतरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥८॥
અંતરંગ શત્રુઓ જે કામક્રોધાદિ તેઓને મથન (દ્વર) કરવાને કરેલા કપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી “પદ્મપ્રભ ” પ્રભુના દેહની અરુણ (રાતી) કાંતિ તમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. | ૮ | श्रीसुपार्श्वजिनेंद्राय, महेंद्रमहितांधये । नमश्चतुर्वर्णसंघ-गगनाभोगभास्वते ॥९॥
સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણેની ઈદ્રાએ પૂજા કરી છે એવા “શ્રીસુપાર્શ્વજિતેંદ્ર ને નમસ્કાર હો ૯ છે चंद्रप्रभप्रमोश्चंद्र-मरीचिनिचयोज्ज्वला । मूर्तिमूर्तसितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥
ચંદ્રકિરણના સમૂહથી પણ ઉજજવળ-તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાન વડે જ બનાવી હોય તેવી “ચંદ્રપ્રભ પ્રભુની મૂતિ, તમને જ્ઞાનલક્ષમી માટે થાઓ. | ૧૦ | करामलकवद्विश्व, कलयन् केवल श्रिया। अचिंत्यमाहात्म्यनिधिः, सुविधिर्बोधयेऽस्तु वः॥११॥
જે પોતાની કેવળજ્ઞાનરૂપી લક્ષમીથી, સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા માહાસ્યના નિધાનરૂપ છે, એવા “સુવિધિ ભગવાન્ તમારા બેધને માટે થાઓ. છે ૧૧ છે सत्वानां परमानंद-कंदोद्भेदननवांबुदः । स्याद्वादामृतनिस्यंदी, शीतलः पातु वो जिनः॥१२॥
પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા “ શ્રી શીતલ” તીર્થકર તમારી રક્ષા કરે છે ૧૨ भवरोगात्तजंतूना-मगदंकारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१३॥
જેમને દર્શન સંસારરૂપી રોગથી પીડાયેલા ને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષમીના સ્વામી છે એવા “શ્રી શ્રેયાંસ” ભગવાન તમારા કલ્યાણને અર્થે થાઓ. ૧૩ विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्म निर्मितिः । सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु वः ॥१४॥
જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થકરનામકર્મને નિષ્પન્ન કરેલું છે અને * અહીં દર્શન એટલે “સમ્યફ” એવો અર્થ થાય છે.