________________
પવ ૧ લું
૧૮૭
સાગરોપમનું અંતર થશે, સિંહપુરમાં વિષ્ણુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાંતિ, એશી ધનુષની કાયા, ચોરાશી લક્ષ વર્ષનું આયુષ, એકવીશ લાખ વર્ષને વ્રતપર્યાય તથા છવીસ હજાર અને છાસઠ લાખ વષે તથા સે સાગરેપમે ન્યૂન એક ક્રોડ સાગરોપમનું અંતર થશે. ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે તેમને રક્તવર્ણ,
તેર લાખ વર્ષનું આયુષ્ય અને સીત્તેર ધનુષ પ્રમાણુ કાયા થશે. એમનો ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચેપન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમાં તીર્થકર થશે. તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ, સુવર્ણના જે વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તેમને વ્રતમાં પંદર લસ વર્ષ વ્યતીત થશે. અને વાસુપૂજ્ય તથા તેમના મોક્ષમાં ત્રીશ સાગરોપમનું અંતર થશે. અધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમાં તીર્થકર થશે. તેમની સુવર્ણન જેવી કાંતિ, ત્રીશ લાખ વર્ષ આયુષ અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે. એમનો સાડાસાત લાખ વર્ષને વ્રતપર્યાય તથા વિમળનાથ અને તેમના મેક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીને પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ જે વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય અને પીસ્તાલીશ ધનુષની કાયા થશે. એમને અઢી લાખ વર્ષને વ્રતપર્યાય અને અનંતનાથ તથા તેમના મિક્ષ વચ્ચે ચા૨ સાગરોપમનું અંતર થશે. ગજપૂર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સેળમાં તીર્થકર થશે. તેમને સુવર્ણ સદશ વર્ણ, લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પચીશ હજાર વર્ષને વ્રતપર્યાય અને પાણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમનું અંતર થશે. તે જ ગજપૂરમાં શરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે, તેમનો સુવર્ણ જે વર્ણ, પંચાણુ હજાર વર્ષનું આયુષ્ય અને પાંત્રીશ ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાત વર્ષના અને શાંતિનાથ તથા તેમના મોક્ષમાં અદ્ધ પલ્યોપમનું અંતર થશે. તે જ ગજપૂર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે, તેમની સુવર્ણ જેવી કાંતિ, ચિરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે, એમનો વતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણમાં એક હજાર ક્રોડ વર્ષો જૂન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મહિલનાથ નામે ઓગણીશમાં તીર્થકર થશે તેમને નીલ વર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય અને પચીશ ધનુષની કાયા થશે, એમને વ્રતપર્યાય ચોપન હજાર અને નવા વર્ષ તથા મોક્ષમાં એક હજાર કેટી વર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર સુવ્રત નામે વિશમાં તીર્થકર થશે તેમને કૃષ્ણ વર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વિશ ધનુષની કાયા થશે; એમને વ્રતપર્યાય સાડા સાતહજાર વર્ષ અને મોક્ષમાં ચેપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીશમાં તીર્થકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષ ઉન્નત કાયાવાળા થશે. એમને વ્રતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષની કાયા થશ. એમને વ્રતપર્યાય સાતશે વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ