________________
૧૮૬
સર્ગ ૬ ઠ્ઠો પછી ભગવાને જન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના પૂરી થયા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–હે નાથ! ભરતખંડમાં જેમ આપ વિશ્વના હિતકારી છે તેમ બીજા કેટલા ધર્મચક્રીએ થશે? અને કેટલા ચક્રવત્તીઓ થશે? હે પ્રભુ! તેમનાં નગર, ગોત્ર, માતાપિતાના નામ, આયુષ, વર્ણ, શરીરનું માપ, પરસ્પર અંતર, દીક્ષા પર્યાય અને ગતિએ સર્વ આપ કહો.
ભગવાને કહ્યું- હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીશ અહત થશે અને તમારા સિવાય બીજા અગિયાર ચક્રવતી થશે, તેમાં વિશમાં અને બાવીશમાં તીર્થકરે ગૌતમગોત્રી થશે અને બીજા કાશ્યપગેત્રી થશે તથા તે સર્વ મોક્ષગામી થશે. અધ્યામાં જિતશત્રુ રાજા અને વિજ્યારાણીના પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે તેમનું તેર લક્ષ પૂર્વનું આયુષ, સુવર્ણના જેવી કાંતિ અને સાડા ચારશે ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઊણુ લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણકાળમાં પચાસ લાખ મેટિ સાગરોપમનું અંતર છે. શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થકર થશે તેમને સુવર્ણના જે વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ અને ચારશે ધનુષ ઊંચુ શરીર થશે. તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વને દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીસ લાખ ક્રોડ સાગરોપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થ રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે, તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષની કાયા અને સુવર્ણ જે વર્ણ થશે. તેમને દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો થશે અને દશ લાખ કેડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલારાણના પુત્ર સુમતિ નામે પાંચમાં તીર્થકર થશે. તેમને સુવર્ણ જે વર્ણ, ચાલીશ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે. કતપર્યાય દ્વાદશ પૂર્વાગે ઊણ લાખ પૂર્વને થશે અને અંતર નવ લાખ કટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમાં દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠી તીર્થંકર થશે; તેમને રક્તવર્ણ, ત્રીશ લક્ષ પૂર્વ આયુષ અને અઢીશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય સેળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વ અને અંતર નેવું હજાર કેટી સાગરોપમનું થશે વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્શ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ, વીશ લક્ષ પૂર્વ આયુષ અને બશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય વીશ પૂર્વાગે જૂન લાખ પૂર્વ અને નવહજાર કોટી સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણ દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે તેમને વેત વર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દોઢસે ધનુષની કાયા થશે. તથા વ્રતપર્યાય ચોવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નવશે કેટી સાગરોપમનું અંતર થશે. કાકંદી નગરીમાં સુગ્રીવરાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે, તેમનો વેત વર્ણ બે લક્ષ પૂર્વ આયુષ અને એક સે ધનુષની કાયા થશે. વ્રતપર્યાય અઠયાવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કેટી સાગરોપમનું અંતર થશે. ભદિલપૂરમાં દઢરથ રાજા અને નંદા દેવીના પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તેમને સુવર્ણના જેવો વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીશ હજાર પૂર્વને વ્રતપર્યાય અને નવ કેટી ૧. ચોરાશી લાખ વર્ષ તે પૂર્વાગ