________________
પર્વ ૧ લું
૧૮૧ ત્યમાં તમે એક અધિદેવતા રહેલા છે તે ભાવિકજને ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ છે. હું આપની પાસે એક જ પ્રાર્થના કરું છું કે ગામેગામ અને નગરેનગર વિહાર કરતા આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં.”
આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, પંચાગે ભૂમિને સ્પર્શ કરવાપૂર્વક પ્રણામ કરી સ્વર્ગપતિ ઈદ્ર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્યમાં બેઠા. પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, એ વૃત્તાંત તરત જ શૈલપાલક પુરુષએ આવી ચકીને કહ્યો, કારણ કે તેઓને તે કાર્યને માટે જ ત્યાં રાખ્યા હતા, ભગવાનની જ્ઞપ્તિ કરનારા એ લોકોને દાતાર ચક્રીએ સાડાબાર કેટી સુવર્ણ આપ્યું. તે પ્રસંગે જે આપવું તે થોડું જ છે. પછી મહારાજાએ સિંહાસન ઉપરથી ઉઠી, તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, વિનયથી પ્રભુને પ્રણામ કર્યા અને પછી પાછા સિંહાસન ઉપર બેસી, ઈદ્ર જેમ દેવતાને બોલાવે તેમ ચક્રીએ મને વંદન કરવા જવાને માટે પોતાના સૈનિકોને બોલાવ્યા. વેલથી સમુદ્રની ઊંચી તરંગપંક્તિની જેમ ભરતરાયની આજ્ઞાથી સર્વ રાજાઓ તરફથી આવીને એકઠા થયા. હાથીઓ ઊંચે સ્વરે ગર્જના કરવા લાગ્યા અને ઘોડાઓ ખાંખારવા લાગ્યા, તે જાણે સ્વામી પાસે જવાને પિતાને અધિરોહક ( સ્વાર )ને ત્વરા કરાવતા હોય તેવા જણાતા હતા. પુલકિત અંગવાળા રથિક અને દિલ લોકો તત્કાળ હર્ષ પૂર્વક ચાલવા લાગ્યા, કારણ કે ભગવાન પાસે જવામાં રાજાની આજ્ઞા તેમને સુવર્ણ અને સુગંધના જેવી થઈ પડી. મોટી નદીનાં પરના જળ જેમ બે કાઠામાં સમાય નહીં તેમ અધ્યા અને અષ્ટાપદ પર્વતની વચમાં તે સેના સમાતી ન હતી. આકાશમાં તછત્ર અને મયુરછત્રનો સંગ થવાથી ગંગા અને યમુનાના વેણીસંગ જેવી શેભા થઈ રહી. અશ્વારેના હાથમાં રહેલા ભાલાઓ પિતાનાં ફુરણયમાન કિરણોથી જાણે તેઓએ બીજાં ભાલાંઓ ઊંચા કર્યા હોય તેવા શોભતાં હતાં. હાથીઓની ઉપર આરૂઢ થયેલા વીરકુંજરો હર્ષથી ઉત્કટપણે ગર્જના કરતા હતા, તેથી જાણે હાથીની ઉપર બીજા હાથી આરૂઢ થયા હોય તેવું લાગતું હતું. સર્વ સિનિક જગત્પતિને નમવાને માટે ભારતચક્રીથી પણ અધિક ઉત્સુક થયા હતા, કારણ કે ખગનું મ્યાન ખડૂગથી પણ ઘણું તીર્ણ થાય છે. તે સર્વના કોલાહલે દ્વારપાળની પેઠે મધ્યમાં રહેલા ભરત રાજાને “ સર્વ સૈનિકે એકઠા થયા છે” એમ નિવેદન કર્યું. પછી મુનીશ્વર જેમ રાગદ્વેષના જયથી મનઃશૌચ કરે તેમ મહારાજાએ સ્નાનથી અંગશૌચ કર્યું અને પ્રાયશ્ચિત્ત તથા કૌતુકમંગળ કરીને પિતાના ચરિત્રની જેવા ઉજજવળ વસ્ત્ર ધારણ કર્યા. મસ્તક ઉપર વેત છત્રથી અને બંને બાજુએ શ્વેત ચામથી શેભતા તે મહારાજા પોતાના મંદિરની અંતર્વેદિકા પ્રત્યે ગયા અને સૂર્ય જેમ પુર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ વેદિકા ઉપર આરૂઢ થયેલા તે મહીપતિ સૂર્ય જેમ ગગનની મધ્યે આવે તેમ મહાગજ ઉપર ચડ્યા. મેરી, શંખ અને આનક વિગેરે ઉત્તમ વાજિંત્રોના મોટા શબ્દોથી કુવારાના જળની જેમ આકાશભાગને વ્યાખ કરતા, મેઘની જેમ હાથીઓના મદજળથી દિશાઓને વ્યાપ્ત કરતા, તરંગે વડે સાગરની જેમ તુરંગથી પૃથ્વીને આચ્છાદન કરતા અને કલ્પવૃક્ષથી જોડાયેલા યુગલીઆની જેમ હર્ષ અને ત્વરાથી યુક્ત થયેલા મહારાજા અંતઃપુર અને પરિવાર સહિત ડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા.
સંયમ લેવાની ઈચ્છાવાળો પુરુષ જેમ ગૃહસ્થ ધર્મથી ઉતરીને ઊંચા ચારિત્રધર્મ ઉપર આરૂઢ થાય, તેમ મહાગજ ઉપરથી ઉતરીને મહારાજા એ મહાગિરિ ઉપર ચડ્યા. ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, એટલે આનંદરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મધ