________________
૧૮૦
સર્ગ ૬ ઠ્ઠો
નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષેએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજાને માણેકનાં તેરણે કર્યા; પિતાનાં પ્રસરતાં કિરણોથી જાણે તે તેર શતગુણ હોય તેવાં જણાતાં હતાં. દરેક દ્વારે વ્યંતરે એ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતાં ધૂમાડારૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયા રાખ્યા હતા. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જે પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ ર. વહાણની મધ્યમાં જેમ કૂવાથંભ હોય તેવું વ્યંતરાએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કોશ ઊંચું રમૈત્યવૃક્ષ રચ્યું. ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણોથી જાણે વૃક્ષને મૂળથી જ પલ્લવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ત્યવૃક્ષની શાખાઓના અંત પલ્લવેથી વારંવાર સાફ થત રત્ન છંદ રચ્યું; તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકેશની મધ્યમાં કણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન રચ્યું અને તેની ઉપર જાણે ગંગાની આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ તેવાં ત્રણ છત્રા બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણવારમાં દેવ અને અસુરોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું.
જગત્પતિએ ભવ્યજનોના હૃદયની જેમ મોક્ષદ્ધારરૂપ એ સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ પોતાના કર્ણને આભૂષણરૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણું કરી. પછી પૂર્વ દિશા તરફ આવી “નમસ્તીથર” એમ બેલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતરદેએ ભગવંતનાં ત્રણ રૂપ વિફર્ચા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉદ્યાનના વૃક્ષરૂપ સાધુઓ પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠભાગમાં માનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓનો સમૂહ ઊર્ભો રહ્યો. ભુવનપતિ, તિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિવત્ પ્રદક્ષિણ નમસ્કાર કરીને મૈત્રત્ય દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દે પશ્ચિમકારથી પ્રવેશ કરી, તેવી જ રીતે નમી, અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમોસર્યા જાણી, પોતાનાં વિમાનના સમૂહથી ગગનને આછાદિત કરતા_ઇંદ્ર ત્યાં સત્વર આવ્યા અને ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, ભક્તિવાન્ ઇંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે ભગવન! જે કે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણે સર્વ પ્રકારે જાણવા અશક્ય છે, તે સ્તુતિ કરવાને ગ્ય એવા તે આપના ગુણો કયાં અને નિત્ય પ્રમાદી એ હું સ્તોતા ક્યાં? તથાપિ હે નાથ! હું યથાશક્તિ તમારા ગુણને સ્તવીશ. શું લંગડો મનુષ્ય દઈ માર્ગે ચાલે તો તેને કોઈ નિવારે? હે પ્રભુ ! આ સંસારરૂપી આતપના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા છત્રની છાયાનું આચરણ કરે છે એવા આપ અમારી રક્ષા કરો. હે નાથ ! સૂર્ય જેમ પરોપકારને માટે પ્રકાશે છે તેમ ફક્ત લોકોને માટે જ વિહાર કરતા એવા આપ કૃતાર્થ છો. મધ્યાહ્નના સૂર્યની જેમ આપ પ્રભુ પ્રગટ થયે, દેહની છાયાની જેમ પ્રાણીઓનાં કર્મ ચોતરફથી સંકોચ પામી જાય છે. જેઓ હંમેશાં તમને જુએ છે તે તિર્યંચને પણ ધન્ય છે અને જે તમારા દર્શનથી શૂન્ય છે ને સ્વર્ગમાં રહેલ હોય તે પણ અધન્ય છે. હે ત્રિજગત્પતિ ! જેઓના હદયરૂપી