________________
સંપાદકીય આ ઉપરાંત સહયોગ દેનારા અન્ય નામી-અનામી સર્વેનો પણ ઋણસ્વીકાર કરતાં ગદ્ગદ્ભાવ અનુભવાય છે.
આ મારો પ્રથમ પ્રયાસ હોવાથી ભૂલ રહેવા પામી હશે પરંતુ ગુણાનુરાગી વાચકવર્ગ તે ભૂલોને અવગણી આ ગ્રન્થરત્નને આવકારશે એવી અભિલાષા છે.
પ્રાન્ત, પ્રસ્તુત ગ્રંથરત્નના સમ્પાદનમાં મતિદોષથી કે અનવધાનથી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ગુણાનુરાગી વાચકવર્ગ તેને જણાવવા ઉપકાર કરે તેવી નમ્ર વિનંતિ.
આ ગ્રન્થરત્નનાં પઠન-પાઠન-ચિંતન અને યથાશક્ય આજ્ઞાપાલન દ્વારા અધ્યેતાવર્ગ પરમાનંદ પદને પામે એ જ સદાની શુભકામના.
તરણતારણ શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિઠુકકડમ્. ચૈત્ર સુદ ૧૩ વિ.સં. ૨૦૬૭
પ.પૂ. આ.શ્રી જયસુંદરસૂરિજીનો ગોવાલીયા બેંક
શિષ્યાણ