________________
પ્રસ્તાવના
ભિક્ષા સંબંધી અનેક આચારો અને તેમાં વર્જવા યોગ્ય દોષોનું નિરૂપણ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી પ્રશ્નવ્યાકરણ વગેરે અંગ સાહિત્યમાં મળે છે. છેદસૂત્રોમાં શ્રી નિશીથસૂત્ર, શ્રી બૃહત્કલ્પસૂત્ર વગેરેમાં પણ જોવા મળે છે. શ્રી દશવૈકાલીનું પ્રથમ અને પાંચમું અધ્યયન ભિક્ષાચર્યા અંગે પ્રકાશ પાથરે છે તેમજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસંગવા ઉપદેશ શૈલીમાં ભિક્ષાચર્યામાં વર્જવા પ્રાયોગ્ય દોષોનો નિર્દેશ કર્યો છે. આમ અનેક આગમ ગ્રંથોમાં ભિક્ષાસંહિતાનું નિરૂપણ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ તે વિકીર્ણ પુષ્પોની જેમ છૂટું છૂટું મળે છે. એક સાથે સંગૃહીત થયેલું મળતું નથી. જ્યારે માર્મિક, શૃંખલાબદ્ધ અને તલસ્પર્શી નિરૂપણ આ પ્રસ્તુત ગ્રંથ ‘પિંડનિર્યુક્તિ’ માં જોવા મળે છે.
આગમ અને એની વ્યાખ્યા સાહિત્યમાં પિંડનિર્યુક્તિનું ગૌરવવંતુ સ્થાન છે. પરમ પૂજ્ય ભાવપ્રભસૂરિજીએ જૈનધર્મવરસ્તોત્રની સ્વોપક્ષવૃત્તિમાં ચાર મૂલ સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પિંડનિર્યુક્તિનું પણ સ્થાન છે. આના દ્વારા પણ આની ઉપાદેયતા સુવિદિત થાય છે. તે ચાર મૂલ સૂત્રો આ પ્રમાણે છે. ૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨. શ્રી આવશ્યક સૂત્ર ૩. શ્રી ઓધનિર્યુક્તિ અને શ્રી પિંડનિર્યુક્તિ ૪. શ્રી દશવૈકાલિક સૂત્ર. તેમજ પ્રસ્તુત શ્રી પિંડનિર્યુક્તિની સાક્ષીઓ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. શ્રી આચારાંગ ચૂર્ણિની અંદર સ્વકાયશસ્ત્ર પરકાયશસ્ત્ર નિરૂપણના અવસરે સ્વકાયશસ્ત્ર પરકાયાસ્ત્રનું સવિસ્તર નિરૂપણ પિંડનિર્યુક્તિમાં જોવું એવો નિર્દેશ કર્યો છે. શ્રી નિશીથચૂર્ણિકારે પણ અનેક સ્થળે પિંડનિયુક્તિના સંદર્ભો અને ઉલ્લેખો ટાંક્યા છે અને અનેક સ્થળે પિંડનિર્યુક્તિ પ્રમાણે કહેવું એ રીતે નિર્દેશ ર્યો છે. આ રીતે અનેક ગ્રંથોમાં પ્રસ્તુત પિંડનિર્યુક્તિના ઉલ્લેખો તથા સંદર્ભો જોવા મળે છે. આનાથી પણ પ્રસ્તુત ગ્રંથરત્નની પ્રમાણિકતા વધુને વધુ અલંકૃત થાય છે અને તેની વ્યાપિતા સુપેરે જણાય આવે છે.
પિંડનિર્યુક્તિના સર્જનહાર
અંગે
પરમ પૂજ્ય વીરગણિજી તથા પરમ પૂજ્ય મલયગિરિસૂરિજી જેમણે પિંડનિર્યુક્તિ ઉપર વિસ્તૃત વિવેચન કર્યું છે તેઓ પોતાની ટીકામાં જણાવે છે કે ચતુર્દશપૂર્વધર પરમ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રીદશવૈકાલિક ઉપર નિર્યુક્તિ રચી
१. ...अथ उत्तराध्ययन-आवश्यक पिण्डनिर्युक्ति तथा ओघनिर्युक्ति - दशवैकालिक इति चत्वारि मूलसूत्राणि ॥ जैनधर्मवरस्तोत्र गा० ३० पृ. ९४ ॥
૨. ...સત્થવ વળા નહા પિંડનિીમ્ । આવા૦ ૧/૨/૨/૨
३. ... जहा गोवो पिंडनिज्जुत्तीए । नि० चू० भाग ४ पृ० ६७
....सेसं पिंडनिज्जुत्तिअणुसारेण भाणियव्वं । नि० चू० भाग ४ पृ० १९१
४. इह हि जिनशासने चूलायुगकलितदशाध्ययनमानो दशकालिकाख्यः श्रुतस्कन्धोऽस्ति । तस्य च भद्रबाहुस्वामिसूरिणा निर्युक्तिरकारि । तत्र च पिण्डैषणाभिधपञ्चमाध्ययनस्य सत्का बृहद्ग्रन्थत्वात् पिण्डनिर्युक्तिरिति नाम दत्त्वेयं तेनैव पृथक्कृता । शेषा तु सा दशकालिकनिर्युक्तिर्जाता इति । ... इति वीर० पृ० २ ॥
u....
तदेषा पिण्डनिर्युक्तिः कस्य सूत्रस्य प्रतिबद्धेति ?, उच्यते, इह दशाध्ययनपरिमाणश्चूलिकायुगलभूषितो दशवैकालिको नाम श्रुतस्कन्धः, तत्र च पञ्चममध्ययनं पिण्डैषणानामकं, दशवैकालिकस्य च निर्युक्तिश्चतुर्दशपूर्वविदा भद्रबाहुस्वामिना कृता, तत्र पिण्डैषणाभिधपञ्चमाध्ययननिर्युक्तिरतिप्रभूतग्रन्थत्वात् पृथक् शास्त्रान्तरमिव व्यवस्थापिता, तस्याश्च पिण्डनिर्युक्तिरिति नाम ત... કૃતિ મનય૦ પૃ૦ ↑II