________________
સ્તવોનો સંચય નિગ્રંથદર્શન સમ્બદ્ધ સાહિત્યના તથા ભારતીય સ્તુત્યાદિ વાયના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. સ્તુતિઓ નિર્ચન્થદર્શનના પૃથક પૃથક પુરાણા સમ્પ્રદાયોમાં રચાયેલી કૃતિઓમાંથી પસંદ કરવામાં આવી છે. કેમ કે બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ સંગ્રહ પાછળ ઉદ્દેશ રહેલો છે. આ પહેલાં આ વિષય સંબદ્ધ આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત-મુદ્રિત સમુચ્ચય ગ્રંથ પ્રકાશિત થયો નથી તેમ અમે માનીએ છીએ. આગળના પ્રકાશનની જેમ આ પ્રકાશનને પણ વિદ્વાનોનો તેમજ અભ્યાસીઓનો આવકાર સાંપડશે એવી આશા રાખું છું. ગુરુપૂર્ણિમા, ૨૦૧૭
જિતેન્દ્ર બી. શાહ