________________
શ્વેતાંબર સંપ્રદાયમાં આરંભાઈ. ઘણી વાર તો ત્યાં શ્રુતદેવતા-સરસ્વતીને પણ સ્થાન અપાતું જોવાય છે. શક્તિ ઉપાસનાના એ યુગમાં (સરસ્વતીને ઉદ્દેશીને) માંત્રિક અને તે પછી તાંત્રિક સ્તોત્રો રચવાનો પ્રારંભ પણ અંકુરિત થયો, જે પછીથી મધ્યયુગમાં તો અન્ય નિર્ચન્થ-કલ્પિત દેવીઓ (અંબિકા, ચક્રેશ્વરી, પદ્માવતી, જ્વાલામાલિની)ને પણ આવરી લઈ ખૂબ ફૂલ્યો-ફાલ્યો.૩૫
સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિનું વર્ગીકરણ નિર્ઝન્ય સંપ્રદાયની સ્તુત્યાદિ રચનાઓનું, વિષય એવં વસ્તુની દૃષ્ટિએ, સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે : પ્રથમ વર્ગ (૧) જિરેંદ્ર-સ્તુતિ-સ્તોત્ર-સ્તવ
(અ) સાધારણ જિનસ્તુતિ (આ) પ્રત્યેક વા એકજિનસ્તુતિ (ઈ) દ્વિજિનસ્તુતિ (ઈ) પંચનિસ્તુતિ, જિનપચ્ચકસ્તુતિ (9) ચતુર્વિશતિજિનસ્તુતિ (ઊ) વિસવિહરમાન જિનસ્તુતિ (એ) શાશ્વત જિનસ્તુતિ (ઐ) જિન-અષ્ટોત્તરશતનામસ્તવ, જિન–સહસ્રનામસ્તવ
(ઓ) અહંતુ ગુણસ્તુતિ/જિનેંદ્રગુણસ્તુતિ (૨) જિનલક્ષિત વિશેષ પ્રસંગાદિ લક્ષણાદિ
(અ) જિન-પંચ-કલ્યાણકાદિ સ્તુતિ (આ) ચતુર્વિશતિ જિનકલ્યાણકસ્તુતિ (ઇ) જિન-વિભૂતિસ્તુતિ
(ઈ) સમવસરણસ્તુતિ દ્વિતીય વર્ગ (૧) સદાતિશયયુક્ત જિનપ્રતિમા એવં તીર્થ-મહાતીર્થાદિની સ્તુતિ
(૨) જિનભવનસ્તુતિ
૪૯