________________
સંસ્કૃત ને પ્રાકૃત બન્નેમાં એ સ્વરમંડલે ગાજતો, ને “પ્રશસ્તા-ઋષિભાષિતા હતો” એમ એક પ્રશસ્તિ ગાથાની છે. (આઠે અનુરુભી “ગાથા' !) આમ “ગાથા' તે આર્યા ન પણ હોય.
સક્કતા પાગતા ચેવ દુહા ભણિઈઓ આહિયા; સરમંડલમ્પિ-
મિત્તે પત્થા ઇસિ ભાસિતા.” ગાથા' શબ્દ અહીં પારિભાષિક અર્થમાં છંદનામ માટે નથી ! પણ પાંચમી સદીની લેખાતી નંદીસૂત્રસ્થ” “તુતિમંગલમ્' છે. એનું આર્યાવૃત્ત જોજો. એમાં ‘જય જય'ના પુનરાવર્તો લલકાર ને લયકાર બની જાય છે ને “જ”, “ણ”, “ઓ' ના યમકાદિ સહજ રીતે આવીને એને રસાળ બનાવે છે. અર્થ તો સાવ સરળ છે. જગના તાતને વંદન. ત્યાં “જયતિ', “જય', ‘વંદે’, ‘ભદ્' વગેરે પુનરાવર્તનો કૃતિને મૃતિસહજ બનાવે છે. ક્યાંક તો પંક્તિ અતીવ રમણીય બને છે :
“ગુણભવણગહણ સુયાયણભરિય
દંસણવિસુદ્ધરચ્છાગા ! (પૃ.૧૨) જોકે આગળ જતાં લાંબા સમારોવાળી પંક્તિઓ છે. પણ ૧૯ આર્યાઓના આ “સ્તવમાંથી ૧૨ થી ૧૭ સુધીની છ આર્યાઓ જુદી પડી જાય છે. પણ શ્લોકોના ભાવપૂર્વકના પ્રલંબિત પાઠને કારણે એક પ્રકારનો ઘોષ થતો હશે જે પાઠને ભવ્યતા આપતો હશે. પાઠ ભાવાર્થને પુષ્ટ/સ્પષ્ટ કરે. ઉચ્ચારણ-લઢણ જ ક્યારેક તો કર્ણરસાયણ બને : કહ્યું છે કે
(“જેની સૂઝ નથી શબ્દ, અર્થે યે ગમ ઝાઝી ના, સારું પઠન તેનાં યે કાનનું મીઠડું અમી ! - ક0) એડપિ શબ્દવિદો નૈવ નૈવ ચાર્થવિચક્ષણાઃ,
તેષામપિ સતાં પાઠઃ સુઠુ કર્ણરસાયણમ્ (બૃહ પિ’ ૪) અહીં ‘પાઠનો અર્થ પણ આજની જેમ “અગેય’ એવો નહીં જ નહીં. પાઠકસાહેબે આની બહુ વીગતે ચર્ચા કરી છે. અહીં પ્રસ્તુત આટલું જ – એ કાળે છંદ/વૃત્ત સુગેય હતાં. સુત્તકાળનો લોકલાડીલો છંદ હતો આર્યા, દુહાની જેમ. વળી, માત્રાત્મક છંદોના આરંભ-પ્રચલનનો આ કાળ. એ માત્રામેળી છંદોનું બીજ ગાથાનુણુભી સંસૃષ્ટિમાં. છંદો પૂર્વાપર જોડાતા રહી વિકસે છે :
નાનો પણ રસપ્રદ મુદ્દો તો એ છે કે આપણે ત્યાંના લોકો/ધર્મો/ભાષા/સાહિત્યની માફક છંદો પણ પરસ્પરાનુંબંધે જોડાતા રહી વિકસ્યા છે. ક્યારેક છંદતત્ત્વો તો ક્યારેક છંદો પોતે મળતા-હળતા રહે છે. અનુષ્ટ્રભુ-ગાથા જોડાય. એની સંસૃષ્ટિમાંથી આર્યાદિ પ્રગટે. સુધર્માસ્વામીના સમયમાં એમની રચનાઓમાં જે આર્યા છે તે આવી ગાથાનુણુભી સંસૃષ્ટિ છે. (અનુષ્ટ્રમ્ ૮ + ૧૫ કે ૧૮) બીજો એક ૮+ ૧૨નો બે ખંડવાળો આર્યા આ સંગ્રહમાં છે. એ પણ સુધર્માસ્વામીના પ્રશિષ્ય શäભવ સ્વામીમાંના ગ્રંથ દશવૈકાલિક સૂત્રની ગાથાઓમાં છે. એ “દસઆલિય' (પ્રાઇસ્વી પૂર્વે ૩૭૫) જેટલો જૂનો છે. આ સંગ્રહ એ રીતે બહુ સમૃદ્ધ છે.
૩૧