________________
એ તે કાળની, ને વિશેષે સાતવાહનનાં મુક્તકો તથા જૈન નાદવૈભવી રચનાઓએ ઊભા કરેલ માહોલનું પરિણામ. તેમાંયે આર્યા-ગીતિની પ્રસ્તુતિનું. “શાકુન્તલને આરંભે જ કાલિદાસનો સાનંદ નિનાદ છે : (‘ગીતિ'નો મૂળ અર્થ ‘ગાવા માટેની રચના.')
“અહો રાગપરિવાહિની ગતિઃ !” આર્યા/ગીતિ
આના અનુસંધાને ગાહાસત્તસઈ', નાશ પામેલ “તરંગવઈ પરથી થયેલ “તરંગલોલા’, જેની હજારો કથાઓવાળી કૃતિ આખી-વડુકહા-નાશ પામી છે તે ગુણાઢ્યની એકમાત્ર ગાથા સાતવાહને સાચવી છે તે-એમ ઘણું ઘણું યાદ આવે. યાદને કંઈ બારણાં થોડાં હોય? એ મુક્ત હવા. પણ અહીં ક્યાં પ્રસ્તુત? એટલું જ પ્રસ્તુત કે “આસાસઓ” (ઉચ્છવાસ) જેટલી સહજ લોકમાં ત્યારે આર્યા હશે. એવું એનામાં શું હતું? એવી હતી એની ગતિ ! પંક્તિખંડો વધે-ઘટે પણ પ્રથમપદ(ચરણ)નો આરંભનો ખંડ નાનો, આઠેક માત્રાનો, પછી ૧૨ કે ૧૫ કે ૧૮ ! એનું વર્ણન બહુ રસિક રીતે આપવામાં આવ્યું છે :
પઢમં ચી હંસપએ, બીએ સિંહસ્સ વિક્રમ જાઆ;
તીએ ગઅબર લુલિએ, અતિવર લુલિએ ચર્થીિએ ગાહા.” (“બૃહ પિ૦' ૪૩૨) (પહેલે તો હંસપદ, બીજે ફાળ સિંહની જ વિક્રમી; ત્રીજે ગતિ ગજવર શી, ચોથે સર્પની ગતિએ સરેર્ આ ગાથા-ક0)
એટલે એનું બંધારણ આવું કાંઈક થશે : [અક્ષરમેળમાં હસ્વ-દીર્ઘ માટે લ-ગા, તો માત્રામેળમાં એકમાત્રા માટે “લ” ચાલે પણ “ગા” હોય તો બે ‘લ-લ' બરાબર થાય. તેથી ત્યાં દ-દા સંજ્ઞા વપરાય છે. આટલી ચોખવટ પછી હવે આર્યાગાથાનું બંધારણ (ઉસ્થાનિકા) આમ થશે :]
દાદા દદ્દા
દાદા
દાદા
દાદા લગાલ દાદા ગા;
લલલલ
દાદા દદ્દા દાદા દદ્દા દાદા લ દાદા ગા; (અક્ષર પરનું ચિહ્ન તાલ દર્શાવે છે.) આ સંગ્રહમાં ઘણીખરી પ્રાકૃત રચનાઓ ગાથામાં છે. (એટલે જિજ્ઞાસુઓએ ગાથા-આર્યાની ચર્ચા માટે જોવું “બુહત્ પિંગળ' પૃ.૪૨૧ થી ૪૩૫). પણ પહેલો ખંડ ટૂંકો ને ધીમેથી (હંસગતિએ !) ગવાય, મંથર ગતિએ. બીજો ૧૨-૧૫-૧૮ માત્રાનો લાંબો સિંહફાળે જાય. ત્રીજો પાછો ગજગતિએ તો ચોથો સર્પગતિએ કહ્યો, કારણ કે ચોથે ચતુષ્કલ જાણે હઠાતુ વળી ગયું
અત્યંત સુગેય; શિષ્ટસંસ્કૃત-પ્રાકૃત બન્નેમાં વ્યાપક
આ છંદ અત્યંત સુગેય ને લોકપ્રિય તેમજ વિદ્વપ્રિય હશે. એ છંદ અભિજાત (શિષ્ટ) કહેવાતો;
૩૦