________________
પૂર્વાવલોકન
ઘુત્ત-પડિલેહ
કનુભાઈ જાની પ્રીતિરેવ મુખરકુરતઃ
ઢાંકીસાહેબનો પ્રેમભર્યો આગ્રહ ન હોય ને હું આ સ્વીકારું નહીં ! સ્વીકાર્યું ત્યારે પૂરું ભાન (ને મનમાં મોટો ખચકાટ ને ઉચાટ પણ) કે નથી હું શ્રમણ, નથી ધર્મજ્ઞ, ન સંસ્કૃતજ્ઞ, ન પ્રાકૃતજ્ઞ! પણ પેલી પ્રીતિ, એ તો મારી એક મોટી પ્રાપ્તિ હતી. એ નભાવવા આ સ્તુતિઓ લીધી સ્વાધ્યાય માટે, પણ પછી સ્તુતિઓએ જ જાણે મને લીધો ! જાણે ખોવાયો આમ્રવનમાં, તે ય મધુમાસે ! કૂજને કાન ને હૈયું બે ય રસાયાં ! કામ લીધાનું કારણ, સ્વીકાર-વખતનો સંકોચ અને વાંચ્યા પછીની અનુભૂતિ ત્રણેય, એક શબ્દફેરે અહીંની એક સ્તુતિમાંથી મૂકું. એ સ્તુતિકાર તો છે મોટા સંત-ભગવંત વિદ્વાન, ને હું....!? છતાં, પ્રસાદી ગણો તો અહીંની એક પ્રસાદી. વાણી એમની, વાત મારી, ને એમાં મારો બેય છેડાનો અનુભવ : આરંભની અવઢવ ને અંતનો ગુલાલ ગુલાલ ! –
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ વત્રીતિરેવ મુખરીકુરુતે બલાનું મામ; યત્ કોકિલઃ કિલ મધ મધુર વિરૌતિ તેચ્ચારુચૂતકલિકાનિક કહેતુ”
(- માનતુંગાચાર્ય : “ભક્તામરસ્તોત્ર'; ૬) આ સ્તોત્રો વાંચતાં લાગ્યું કે આ સ્તોત્રોનો નિકર (ઉપહાર) કરે કોઈનેય મુખર ! ભલેને હજારો વર્ષનું અંતર હોય (ને છે !) પણ રવિકિરણે જેમ દૂરદૂરના સરવરકમળો કર અડતાં જ ખીલી ઊઠે છે તેમ :
દૂરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભૈવ
પદ્માકરેપુ જલજાનિ વિકાસમાંજિ;' અહીં આ “ભક્તામરસ્તોત્ર' જેવાં ઘણાં સ્તોત્રો “અતીવ સુંદર', એ માટેનો રવીન્દ્રનાથનો પ્રિય શબ્દ “વિચિત્ર' (વિશેષ સુંદર) “રુચિરવર્ણવિચિત્રપુષ્પાનું છે. મુખર થવું ને વિકસવું એ સૌન્દર્યાનુભૂતિનું સહજ પરિણામ હોય. ભરતે એમ કહ્યું છે. એનાં બે હજાર વરસ ઉપરાંતનાં પ્રમાણો તો અહીં છે. આઠમી સદીના મહાકવિ ધનંજયના ઉપજાતિમાં સરળ ને રસાળ શ્લોકો છે તેવા તો અહીં ઘણા છે –