________________
}
સબંધી ચર્ચા અગર વિચાર થાય છે ત્યાં એ વાત તે તે વિચારના પાયા રૂપજ હોય છે. અલબત્ત, સ્ત્રીની ફરજ પોતાના કુટુંબીઓને સુખરૂપ થવાની હોય છે તે કાઇ ના પાડતું જ નથી. પણ સ્ત્રી એક મનુષ્ય છે, તેનું વ્યક્તિત્વ છે, જેમ પુરુષને સુખની અભિલાષા છે તેમ સ્ત્રીને પણ હેાય જ એ વાતની વિસ્મૃતિ થતી જણાય છે. માનવ સૃષ્ટિમાં પુરુષ તે પ્રધાન અને સ્ત્રી તે ગાણુ એ માન્યતા સામાન્ય રીતે એટલી દૃઢ થઇ ગઈ છે કે તેમાં કાંઇ અયેાગ્ય હાય એવું પુરુષોને તે શું પણ સ્ત્રીઓને પણ લાગતું નથી. સ્ત્રી શિક્ષણની યાજનામાં માત્ર એટલુંજ હોય છે કે સ્ત્રીઓને કુટુંબજીવનને યોગ્ય બનવા સાધનભૂત શિક્ષણ ોષએ તેા પણ ઠીક. પર ંતુ પુરૂષના ઉત્તમ સુખ સાધનરૂપ તે કેમ બને એ લક્ષ્યબિન્દુ એક ંદરે અગ્રસ્થાને હોય છે અને એ લક્ષ્યબિન્દુ સમક્ષ રાખવાથી જ સ્ત્રીકેળવણીની ઘટનાએ સંકુચિત અને અનુદાર થાય છે.
પુરુષને પ્રભુએ શ્રેષ્ઠ સરજાવ્યેા છે અને સ્ત્રીએ તે। પુરૂષો સુખ સગવડમાં રહી શકે માટે જીવન ધારણ કરે છે એ ભાવના કાંઇ આ દેશમાંજ છે એમ નથી. આખા જગતમાં સર્વ દેશેામાં, કાઇમાં થોડે તા કાઈમાં ઘણે અંશે એ માન્યતા ચાલતી આવેલી છે. સ્ત્રીઓમાં અજ્ઞાન વિશેષ ત્યાં તેમની વિશેષ અધમ દશા. બાકી પુરુષ કરતાં સ્ત્રી ઉતરતા આત્મા છે એમ પ્રત્યક્ષ અથવા પરાક્ષ રીતે દરેક દેશમાં મનાય છે. શરીર અલમાં પુરુષ ચઢીઆતા છે અને સ્ત્રી જીવનનાં કુદરતી કબ્યા સ્ત્રીઓને છે તેટલા પરથી માનિસક અને આત્માના વિકાસમાં તે ઉતરતી છે એમ માની લેવામાં આવ્યું છે અને સંસારની ધટના એ શરીર બલ પર રચાઈ છે, તેથીજ સ્ત્રીનુ સ્થાન ગણ મનાયું છે. સ્ત્રીઓમાં જ્ઞાનને પ્રસાર થાય તાજ તે પોતાનુ યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે અને જનસમાજમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે.”
પ્રસિદ્ધ થાઓ અને તે સ્ત્રી ન્હેનેાના વનના પ્રશ્નમાં રસ લેતા સા
એ પ્રકાશન પુનઃ અને સત્વર હસ્તે, એવી અમારી ઇચ્છા સાથે, સ્ત્રી કોઇ સંમત થશે.