________________
મહિલા મિત્ર” વાર્ષિકના ચાર પુસ્તકે એમના તંત્રીપદ હેઠળ પ્રગટ થયાં હતાં પરંતુ કોટુંબિક જવાબદારીઓ સાથે જાહેર પ્રવૃત્તિઓમાં એમને વધુ ને વધુ રોકાણ થતું હતું અને તેના કામને જે પણ વધતું જ હતું તેથી “મહિલા મિત્ર” ના સંપાદનમાં વારંવાર વિલંબ થતું હતું. એવી
અનિયમિતતા જાહેર કાર્યમાં ન થવી જોઈએ એવી માન્યતાથી તેઓએ કમિટીને તંત્રી પદમાં ફેરફાર કરવાનું જણાવ્યું. તે પરથી સંસાઈટીએ એમની સલાહ લઈને સર રમણભાઈ અને લેડી વિદ્યાન્હનની બે સુસંસ્કારી ગ્રેજ્યુએટ પુત્રીઓ શ્રીમતી સરોજિની બહેન મહેતા, એમ. એ; અને શ્રીમતી સૈદામિનીબહેન મહેતા, બી. એ., ને તે કાર્ય સુપ્રત કર્યું પણ તે બંને બહેને દૂરના સ્થળે અને એક બીજાથી અલગ રહેતા હતાં અને દેશમાં એવામાં રાજકીય હિલચાલે બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે માટે લેખો વગેરે મેળવવામાં બહુ મહેનત પડતી હતી; એ સંજોગોમાં એક જ પુસ્તક તેઓ સંપાદન કરી શક્યાં હતાં. પછીથી એ પ્રવૃત્તિ મંદ પડી હતી. તેનું પ્રકાશન કાર્ય હાલમાં અટકી પડ્યું છે; પણ એ પ્રવૃત્તિને ચાલુ રાખવા સોસાઈટી ઈતિજાર છે અને તે સારૂ પ્રયત્ન પણ જારી છે.
એ પુસ્તકનું પ્રકાશન બે ત્રણ કારણે ઉપકારક હતું; એક તે તે સ્ત્રી ઉપયોગી વાચન પૂરું પાડતું હતું; બીજું તેના સંપાદક સ્ત્રીઓ હતી અને ત્રીજું એમાં સ્ત્રીઓનું દૃષ્ટિબિન્દુ બરોબર રજુ થયું હતું અને તે જરૂરનું હતું.
મહિલા મિત્ર ના પહેલા પુસ્તકમાં જ તંત્રી બહેનોએ સ્ત્રી શિક્ષણના પ્રશ્ન પર ભાર મૂકતા તેમાં સ્ત્રીનું દૃષ્ટિબિન્દુ રજુ કરવાને એમને આશય દર્શાવ્યો હતે. અત્યાર સુધી સ્ત્રી શિક્ષણનાજ એકલા નહિ પણ સમસ્ત
સ્ત્રી જીવનને લગતાં સઘળા પ્રશ્નો પુષોએ જ વિચાર્યા છે અને તેના નિર્ણય કરેલા છે. તેથી સ્ત્રી વર્ગને અન્યાય પણ થયેલ છે. એ સ્થિતિમાં ફેરફાર આવશ્યક હતું અને તે દિશામાં એ બહેનને પ્રયાસ હતે.
એ પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેમણે લખ્યું હતું કે,
સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓને લગતા તમામ વિચારમાં એક સિદ્ધાંત જાણે સ્વતસિબ્ધ હોય એમ સ્વીકારી લેવામાં આવેલ જ્યાં ત્યાં જોવામાં આવે છે. તે એ છે કે ઈશ્વર સ્ત્રીને પુરૂષના સુખને માટે ઉત્પન્ન કરે છે. માત્ર આ પત્રમાં લેખકોને ઉદ્દેશીને આ કહેવું નથી. એકંદરે જ્યાં ત્યાં સ્ત્રી