________________
૫૩
જે કોઈ કાર્ય તેઓ ઉપાડતા, તેને પાર પાડે તેઓ છોડતા; એવી એમની પ્રકૃતિ હતી. પણ એ કાર્યમાં તેઓ નિયમનું પાલન કરવાનું કદિ ચૂકતા નહિ અને શિષ્ટતાનું પણ ઉલ્લંધન કરતા નહિ.
કેઈએ એમને એમ સમજાવેલું કે સાઈટીના ટ્રસ્ટફડનો વહીવટ બરાબર થતું નથી. તેથી એક દિવસે તેઓ અચાનક ઓફિસમાં આવી બેઠા અને જે તે ખાતાની હકીકત પૂછવા માંડી, તેના ઘટતા ખુલાસા કરવામાં આવ્યા. પણ એટલેથી એમને સંતોષ થયે નહિ, તેથી પિતાની સાથે સેસાઇટી હસ્તકનાં ટ્રસ્ટ કંડેની છાપેલી ચેપડી ઘેર લઈ ગયા અને બીજે દિવસે એજ સમયે, બેરીસ્ટર માટે બ્રીફ તૈયાર કરી હોય એવી રીતે સાઈટી હસ્તકના ૧૨૫ કસ્ટ ફેડેનું કમવાર તારણ કાઢી લાવી, આવ્યા હતા અને બધી વિગતે બારીકાઈથી તપાસી પિતાની ખાત્રી કરી હતી. એમણે જોઈ લીધું કે એમને જે કાંઈ કહેવામાં આવ્યું હતું તે તદ્દન નાપાયાદાર હતું.
તેઓ એવા કાર્યકુશળ કાર્યકર્તા હતા કે વિશ્વકોશ જેવું મોટું કાર્ય ઉપાડવાનું તેમણે ધાર્યું હોય તો તે પાર પાડી શક્ત. એવી નાણાં ઉભાં કરવાની તેમનામાં જબરી તાકાત હતી. પણ સારા સલાહકારને અભાવે અને બે પાંચ કામમાં ગુંચાયેલા રહેવાથી એમની શક્તિ છિન્નભિન્ન થઈ ખાલી વેડફાઈ જતી હતી.
એક ઉદાહરણ નોંધી
સોસાઈટીના ધારા ધોરણમાં કાંઈક ફેરફાર કરવાનું એમને છુરી આવ્યું અને એમને સ્વભાવ એવો દઢ નિશ્ચયી કે તે વિચાર તરત અમલમાં મૂકવો જ જોઈએ. ભાઈશંકરભાઈએ એ સુધારાને ખરડો તૈયાર કરી અમને મોકલી આપ્યો અને સૂચવ્યું કે સોસાઈટીના સર્વ આજીવન સભાસદોને તે અભિપ્રાય અને સૂચના માટે મોકલી આપો. તે સરક્યુલર જે પરિશિષ્ટ ૧ માં આપ્યો છે તે મોકલવામાં આશરે રૂ. ૨૦૦ નું ટપાલ ખર્ચ થયું હતું, તે એમણે પદરનું આપ્યું હતું.
સામાન્ય સભાએ એમને એ ખરડ નામંજુર કર્યો હત; એમણે ઈચ્છયું હેત તે પ્રેક્ષીના જોરે તેઓ તે પાસ કરાવી શક્ત પણ તેઓ બંધારણમાં માનનારા હતા, એમ તે વખતે જણાયું હતું.
એમની યુવાવસ્થામાં સુધારાને પ્રવાહ પૂરે જેલમાં હતું અને તે કાળે શેરમેનિયાના ઝપાટામાં ઘણું પુરુષે આવી ગયા હતા; પણ એ બંનેમાંથી ભાઈશંકર બચ્યા હતા.