________________
છે, સમાજ ને વ્યક્તિ એ બન્ને બાબતે ઉન્નતિ માટે અગત્યની દર્શાવે છે, સમાજને વ્યક્તિ એ બન્નેમાં સુધારો આવશ્યક છે."*
અત્યાર સુધી ઇતિહાસના ગ્રંથમાં રાજકીય વસ્તુઓને પ્રાધાન્ય અપાતું હતું, તેમાં રાજાઓની વંશાવળી, લડાઈઓ અને સાલવારી વગેરે માહિતી મુખ્યત્વે ધ્યાન ખેંચતી હતી. એ ધોરણ નવી સદીમાં બદલાઈ ગયું છે. અને જે તે દેશને ઇતિહાસ પ્રજા જીવનની દષ્ટિએ અવલોકવામાં આવે છે, તેમાંય હમણું જાણતા નવલકથાકાર મી. એચ. જી. વેલ્સ “જગતને રેખાત્મક છે તહાસ’ વિજ્ઞાન અને સંસ્કૃતિની દષ્ટિએ આકર્ષક રીતે અને સચિત્ર-નકશા સહિત રજુ કર્યો છે અને તે ગ્રંથ સારે કાદર પામ્યો છે.
એ ગ્રંથ પ્રસિદ્ધ થયે હજી પુરાં પાંચ વર્ષ થયાં નથી, એટલામાં તેની લાખ પ્રતે ખપી ગઈ છે, અને એની સંખ્યાબંધ આવૃતિઓ પણ નિકળી છે. - આખું પુસ્તક બહુ મેટું છે, તેથી સામાન્ય જનતાને તેનો લાભ મળી શકે એ હેતુથી મૂળ લેખકે જ તેની સંક્ષેપ આવૃત્તિ તૈયાર કરી હતી; અને તે આવૃત્તિને તરજુમે સંસાઈટીએ છપાવ્યો છે.
શ્રીયુત રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ જેઓ એક સારા શિક્ષક અને લેખક છે, એમણે તે તરજુ કર્યો છે, અને એ ગ્રંથને પરિચય કરાવતાં તેઓ લખે છે:
પિતાનાં પુસ્તકમાં ગ્રંથકર્તાએ mતની ઉત્પત્તિ વિજ્ઞાનશાસ્ત્રની દૃષ્ટિએ સમજાવી છે. જગતના જુદા જુદા સમકાલીન રાજ્ય કેવી રીતે સ્થપાયાં અને તેને ઉદય અને અસ્ત કેવી રીતે થયો તે બરાબર વર્ણવીને કર્તાએ અમૂલ્ય માહિતી આપી છે. જગતના જુદા જુદા સમકાલીન ધર્મો, ધર્મ પ્રવર્તક અને મહાપુરુષોનાં ટુંકાં પણ સચોટ વર્ણને આપી દેશ દેશની સામાજીક, ધાર્મિક અને રાજકીય ઉથલપાથલાને બરાબર સમજાવી, તેમણે આપણું આગળ જગતના ભાવી ઉત્કર્ષની રૂપરેખા આંકી બતાવી છે, કર્તા ધારે છે કે ગત આગળ વધે છે, ને વધશે, જગતમાં ભ્રાતૃભાવ સર્વત્ર ફેલાશે, અને સર્વત્ર સલાહ, શાંતિ અને સુખ પ્રસરી રહેશે, એવી આશા રાખીને કર્તા વિરમે છે. કર્તાના પુસ્તકના વિચારેને જ આ અનુવાદ ગુર્જર ભાષામાં કથે છે.”
સોસાઈટીનાં પ્રકાશનેની નોંધ કરવામાં અમે વર્ણનાત્મક શૈલી ગ્રહણ કરેલી છે તેના ગુણદોષમાં ઉતરવું અમારા માટે વાજબી પણ નથી, માત્ર માર્ગદર્શક થવાને પ્રયત્ન કર્યો છે.
* યુરોપમાં સુધારાને ઈતિહાસ, પૃ. ૨૨ થી ૩૪,