SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વળી ધારે કે બીજી કોઈ પ્રજાનું વ્યવહારિક જીવન ઓછી સરળતાથી . ચાલતું હોય છે, છતાં જીવન નિર્વાહ નિ ચાલ્યું જતું હોય, પણ.. આ સાથે તેમના માનસિક જીવનને છેક અનાદર કરવામાં આવ્યું ન હોય. તેનામાં નીતિ ને ધર્મની ઉચ્ચ ભાવનાઓનાં બીજ રોપાયેલાં હોય, છતાં તેની સ્વતંત્રતાના વાતાવરણમાં વૃદ્ધિ ન થવા દેવામાં આવી હોય. પણ તેનું જ્ઞાન સ્વતંત્રતાથી સંપાદન કરેલું નહિ પણ સંકુચિત ને અમુક પ્રકારનું હોય. જે જે પ્રજાના જીવનમાં ધાર્મિક તત્વોની સત્તા પૂરી જામી છે તેમાં સ્વતંત્ર ચિંતનના વિકાસને આ પ્રમાણે અભાવ હોય છે. શું આ સ્થિતિ ઉન્નત કહી શકીશું? નહિ જ. હવે ધારો કે કઈ પ્રજા એવી હોય કે તેમાં સ્વતંત્રતા હોય છતાં અવ્યવસ્થા જોવામાં આવતી હોય. આ સ્થિતિનું પરિણામ એ હોય કે નબળા માણસ દુઃખિત થાય ને નાશ પામે. યુરોપ આવી સ્થિતિમાંથી પસાર થઈ ગયું છે તે વાતથી કોઈ અજ્ઞાત નથી. શું આને ઉન્નતિ કહી શકાશે? નહિ જ. ચોથી સ્થિતિ એવી ધારો કે પ્રજામાં સ્વતંત્રતા હોય, વ્યવસ્થા હોય પણ ધારે કે પ્રજા વર્ગના માણસો સામાન્ય રીતે ભાગ લઈ શકે એવી જન હિતની બાબતો તેમાં બહુ થોડી હોય પરસ્પર એકબીજાની શકિતને લાભ તેથી સમાજમાં ન મળતા હેય શું આ સ્થિતિ ઉન્નત છે? નહિ જ. આ બધીમાંની એક સ્થિતિ ઉન્નત નથી તેનું કારણ એ છે કે તેમાં વિકાસને માટે અવકાશ નથી. ઉન્નતિનું અગત્યનું તત્વ પ્રગતિ, વિકાસ છે. પણ આ પ્રગતિ, આ વિકાસ તે શું છે તે જાણવું જ વિકટ છે. આ વિકાસમાં બે તવે છે, એક સામાજિક જીવનમાં સુધારે, ને બીજું, વ્યક્તિ જીવનમાં સુધારે. ગીઝ કહે છે, “Wherever the external condition of man- extends: itseif, vivifies, ameliorates itself; wherever the internal nature of man displays itself with lustre, with grand eur; at these two signs; and often despite, the profound imperfaction of the social state, mankind with loud applause proclaims civilisation.” | માણસની બાહ્ય સ્થિતિ જયાં વિસ્તાર પામે છે, ઉત્સાહમય બને છે, ને સુધરે છે, અને તેનું અંતર જીવન જ્યાં પ્રકાશ ને ગાંભીર્ય ગ્રહણ કરે છે, જ્યાં ઉન્નતિનાં ચિહ્ન પણ દેખીતાંજ છે. આ પ્રમાણે ગીઝ સામાજિક પ્રગતિ ને વ્યક્તિની પ્રગતિ એ બંને બાબતે ઉન્નતિને માટે અગત્યની દર્શાવે
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy