________________
રહર
થઈ હોય એ અત્યંત આવશ્યક છે, તે માટે ઘટતા પ્રયાસ થઈ રહ્યા છે, એ “પુસ્તકાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ’ નામનું પ્રકરણ વાંચતાં તરત માલુમ પડશે; પણ તે માટે અત્યારથી તજવીજ થવી જોઈએ, એટલું જ નહિ પણ તેને સારૂ એક સાગ ગ્રંથપાલની નિમણુંક કરવી જરૂરની છે.
જે ધોરણે સોસાઈટી તેનાં પ્રકાશનો આજીવન સભાસદોને અને રજીસ્ટર લાઈબ્રેરીઓને ભેટ આપે છે એથી એનું જ્ઞાનપ્રચારનું કાર્ય સારું થાય છે; એ તે તેનો એક માર્ગ છે પણ ગામડે ગામડે વાચનાલયો, પુસ્તકાલય, ફરતાં પુસ્તકાલય, બાળપુસ્તકાલય, અને રેફરન્સનાં પુસ્તકે વગેરે માટે સત્વર ગોઠવણ થવી જોઈએ, અને અમે ઈચ્છીએ છીએ કે
સાઈટી નવી નિમાયેલી પુસ્તકાલય કારોબારી સમિતિ સાથે સહકાર કરી એને એગ્ય માર્ગ શોધી કાઢશે. | ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય સોસાઈટી ઉપાડી લે એ સર્વથા યોગ્ય છે અને તે એના ઉદ્દેશમાંહેનું એક કાર્ય છે.
પુસ્તક પ્રચાર અને પુસ્તક વેચાણ સારૂ પણ ઘટતી ગોઠવણ થવી જોઈએ છે. એ દિશામાં પ્રયત્ન જ થયે નથી, તેથી એ પ્રવૃત્તિ કુંઠિત રહેલી છે, પણ આપણા પ્રાંતમાં વાચન શોખ વધતું જાય છે તેથી એને ઉત્તેજન મળવા પુરો સંભવ છે.
સેસાઈટીનાં પ્રકાશમાં મોટી ખામી સારાં મુદ્રણ કામની માલુમ પડે છે; તેનાં પ્રકાશનો જુદાં જુદાં છાપખાનામાં વહેંચાયેલાં રહે છે તેથી મુદ્રણ કામ એકસરખું અને સફાઈબંધ આવતું નથી; અને અશુદ્ધિ પણ ઘણું રહે છે. તેમજ મુદ્રણ કળાની દષ્ટિએ તેમાં સુધાર થવાની જરૂર છે. એ તે સોસાઈટી પિતાનું છાપખાનું કાઢે તે જ બની શકે. પણ તે સારું મર્યાદિત જવાબદારીવાળી નવી કંપની સોસાઈટીના આશ્રય હેઠળ સ્થાપવી જોઈએ અને તે નફાકારક થાય એ વિષે અમને શંકા નથી.
કોઈ પ્રશ્ન કરે, આ સઘળાં કાર્યો માટે મોટો સ્ટાફ રાખવો પડે. અને તેનું ખર્ચ પણ બહુ વધી જાય.
પુસ્તક વેચાણ અને પ્રેસમાંથી વખતે થોડે ઘણે નફે કરી શકાય પણ સેસાઈી એ વેપારી મંડળી નથી, એટલે એમાંની ઘણીખરી પ્રવૃત્તિઓ સેવા અર્થે જ રહેવાની અને તેને ખર્ચ સેસાઇટીએ ઉપાડી લેવું પડે.