________________
રહ૧
જાણીતી સંસ્થાઓને તેમાં અમુક વિષયને અભ્યાસ કરવા સ્વીકારેલી છે, એ પ્રમાણે સોસાઈટીનો-ગુજરાતી વિષયનું શિક્ષણ આપવા સારૂ યુનિવરસિટી તરફથી સ્વીકાર થાય તો પણ ગુજરાતીના અભ્યાસને ઘણું ઉતેજન મળે અને એ સૂચનાના સમર્થનમાં એવી દલીલ અમે કરી હતી કે ગુજરાત કોલેજમાં ગુજરાતીમાં એમ. એ., નો વર્ગ લેવાને સવડ નથી. દી. બા. કેશવલાલ ધ્રુવ એ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક છે અને એમ. એના ઉમેદવારને મદદ કરે છે. એ સોસાઈટીના પ્રમુખ છે; અને સંસાઈટીને ગુજરાતી પુસ્તકોને સંગ્રહ સમૃદ્ધ અને હોટ છે, અને દી. બા. કેશવલાલભાઈની દેખરેખ અને સૂચના હેઠળ એ વિદ્યાર્થીઓ સાઈટીમાં અભ્યાસ કરે છે તેમાં એમને જેમ લાભ રહે છે, તેમ સોસાઈટીનું ગરવ વધીને તે જે હેતુથી સ્થાપાયેલી છે, તે કાર્યને તેથી ઉત્તેજન મળે છે. પરંતુ કેટલીક વ્યવહાર મુશ્કેલીઓ વચમાં નડતા, એ બે પૈકીની એક જના વ્યવહારમાં આણું શકાઈ નહોતી.
સન ૧૯૧૭માં “ગુજરાતી ભાષાના વધુ અભ્યાસ, વિકાસ અને અભિવૃદ્ધિ અર્થે ગુજરાતી યુનિવરાટિની જના' એ વિષય પર એક લેખ અમે લખ્યો હતો અને તે કાર્યમાં સોસાઈટી આગેવાની લઈ શકે એમ દર્શાવ્યું હતું. પરંતુ વિદ્યાપીઠ એ શબ્દ સાથે કેટલાકને એમ લાગ્યું કે તેમાં વૈદક, ખેતીવાડી, ઇજીનિઅરીગ, વિજ્ઞાન વગેરે વિષયોને સમાવેશ કરવો જોઈએ અને એ કાર્યક્રમ વિકટ, મુશ્કેલીભર્યો અને ખર્ચાળ થઈ પડે અને એવું હોટું કાર્ય રાજ્યાશ્રયે થઈ શકે. અમારે આશય એ લેખમાં મુખ્યત્વે ગુજરાતી દ્વારા ઉંચું શિક્ષણ આપવાની વ્યવસ્થા થવી જોઈએ એ બતાવવા પુરતો હતો અને અમે હજુ માનીએ છીએ કે શબદની પંચાતમાં નહિ પડતાં, ગુજરાતી કોલેજ વા ગુજરાતી પાઠશાળા એવું નામ રાખીને સસાઈટી ગુજરાતી દ્વારા ઉંચું શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કરે તે ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસને ઘણો વેગ અને બળ મળે. આ અભ્યાસનું મૂલ્ય આર્થિક દષ્ટિએ આંકવાનું છે જ નહિ એમ અમારે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ.
સોસાઈટીનું પુસ્તકાલય ઉપર જણાવ્યું છે તેમ, મોટું અને સમૃદ્ધ છે પણ એ પુસ્તકાલયમાં ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં સર્વ પ્રકાશનેને સંગ્રહ ઉપલબ્ધ હોય અને તેની કાયમ સાચવણી માટે યોગ્ય વ્યવસ્થા
• બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૭, ઓકટે-ડિસેમ્બર