________________
ર૬૦
- વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની પેઠે સોસાઈટીએ લોકોપયોગી વ્યાખ્યાનમાળા યોજેલી છે; અને તેને ઉદ્દેશ આપણા સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, કેળવણી, તત્વજ્ઞાન, અને સંસ્કૃતિ એ વિષય પર ત્રણથી પાંચ વ્યાખ્યાનો સામાન્ય જનતા સહેલાઈથી સમજી શકે એ દષ્ટિએ અપાવાનાં છે; અને એ જનાની રૂઈએ શ્રીયુત રામનારાયણ પાઠકને અર્વાચીન ગુજરાતી કવિતા” પર વ્યાખ્યાન આપવાની વિનંતિ કરી હતી; એ વ્યાખ્યાનમાળા પૈકીનાં ત્રણ વ્યાખ્યાને ગત વર્ષમાં એમણે આપ્યાં હતાં, તે અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય ” એ નામથી પ્રસિદ્ધ થયેલાં છે, તેમાં પિગળની દષ્ટિએ આપણું અર્વાચીન કવિતાની સમીક્ષા કરેલી છે, એ કવિતાના અભ્યાસીને બહુ મદદગાર થઈ પડશે. બીજા ત્રણ વ્યાખ્યાન તેઓ હવે પછી આપવાના છે, તેમાં કાવ્યના સામાન્ય સ્વરૂપ વિષે વિવેચન હેઇને, સામાન્ય વાચકને તે રૂચિકર અને આકર્ષક થઈ પડશે, એવું અમારું ધારવું છે
શ્રીયુત વિયરાય કલ્યાણરાય વૈદ્ય, વાલ્મય અને તેના પ્રકાર, શ્રીયુત ગગનવિહારી લલ્લુભાઈ મહેતાએ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને તેનાં પ્રવર્તકબળે અને શ્રીમતી શારદાબ્લેન મહેતાએ, “સ્ત્રી કેળવણી, પ્રાથમિક, માધ્યમિક અને ઉંચી” એ વિષયો પર, લેપયોગી વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું છે; અને તે વ્યાખ્યાને કહેવાની જરૂર નથી, તેના નામ પ્રમાણે લેકેપગી, થઈ લોકપ્રિય નિવડશે.
છેવટે આપણા ગ્રેજ્યુએટ જેમની કોલેજ અભ્યાસ દરમિયાન લેખન વાચન અને અભ્યાસની વૃત્તિ ખીલેલી છે અને જેઓ વધુ અભ્યાસ કરવાને ઉત્સુક હોય છે તેમને ઉત્તેજન મળે એ આશયથી સેસાઇટીએ યુનિવરસિટી ઇનામ નિબંધની પેઠે, તેઓ એમના અભ્યાસના પ્રિય વિષય પર પ્રબંધ લખી મેકલે તે સારું પારિતોષિક આપવાની વ્યવસ્થા કરી હતી, અને તે માટે નીચે મુજબ નિયમો યોજ્યા હતા –
રૂ. ર૦૦) ના પારિતોષિકની યોજના આપણા સાહિત્ય, ઇતિહાસ અને સમાજને પદ્ધતિસર અભ્યાસ અને તેનું સંશોધન કરવાની વૃત્તિ વિકસે એ હેતુથી કમિટીએ પ્રસ્તુત લેજના ઘડી હતી, તેના નિયમો નીચે પ્રમાણે છે –
મુંબઈ યુનિવરસિટિને કઈ ગ્રેજ્યુએટ અથવા તે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક, ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,