________________
માઉ
આપણું જુનું વાતાસાહિત્ય હજી મુખપરંપરાએ થોડું ઘણું જળવાઈ રહ્યું છે, પણ ખેદની વાત એ છે કે એ લોકસાહિત્ય સંગ્રહવાને અને તેને ઉદ્ધાર કરવાને આપણા સાહિત્યકારોએ તેમ સાહિત્ય સંસ્થાઓએ કશી તજવીજ કરી નથી. - સાઠેક વર્ષ પર એક પારસી બિરાદરે ગુજરાત કાઠીઆવાડની વાર્તાઓ સંગ્રહવાને પહેલ પ્રથમ પ્રયત્ન કર્યો હતો, તે પાછળ એ સંગ્રાહકે પૈસાને, શક્તિને તેમ સમયને પુષ્કળ ભોગ આપ્યો હતો. અને તેનાં પરિણામે તેઓ “ગુજરાત કાઠીઆવાડની વાર્તાઓ ” એ નામથી એ વાર્તાના ત્રણ ભાગ બહાર પાડવાને શક્તિમાન થયા હતા, અને તે એકદમ લોકપ્રિય નિવડ્યા હતા. લાંબા સમયથી એ વાત પુસ્તકની પ્રતે અપ્રાપ્ય થઈ હતી અને લોકચિ એ પ્રતિ વળતી જોઈને સાઈટીને જણાયું કે એ પુરતાની નવી આવૃત્તિ કઢાવવી તે જરૂરનું છે તેથી મૂળ પ્રત હતી તેમ, તેમાં કોઈપણ ફેરફાર કર્યા વિના, એ ત્રણ ભાગે સસ્તી કિંમતે છપાવવામાં આવ્યા હતા; તે પછી એ આવૃત્તિ પણ ખલાસ થઈ ગઈ છે, એ તેની કપ્રિયતા સૂચવે છે, પરંતુ હવે પછી જે આવૃત્તિ કાઢવામાં આવે તેમાં કેટલાક જોડણીના અને બીજા સુધારા સમયાનુસાર કરવા જરૂરના લાગે છે.
બાલસાહિત્ય પ્રતિ સેસાઈટીએ ઝાઝું લક્ષ આપ્યું નથી અને એ પ્રવૃત્તિ છેલ્લા દશકામાંજ પગભર થવા પામી છે; એ પ્રશ્ન વિષે વિચાર થતા કમિટીએ ગ્રીક કરૂણરસપ્રધાન નાટકની કથાઓ, ભાસનાં નાટકોનો સાર, પ્રેમાનંદનાં આખ્યાનેને સાર, સિંહાસન બત્રીસીને સાર–વગેરે ગવમાં વિદ્યાર્થીઓને ઉપકારક થઈ પડે એવાં પુસ્તકો રચાવવા ગોઠવણ કરી હતી. તેમાંની ગ્રીક કરૂણરસપ્રધાન નાટકોની કથાને ઉલેખ પૂર્વે થઈ ગયો છે. અને સામળભટ્ટની સિંહાસન બત્રીસીનો ગદ્યમાં સાર સદરહુ યોજનાનુસાર હતો.
એ ગદ્યસાર શ્રી. કેશવપ્રસાદ દેસાઈએ બે ભાગમાં રચી આપ્યો હતો; અને એમની લેખનશૈલી એવી મનહર અને સુંદર છે કે વિદ્યાર્થીઓ એ પુસ્તક હોંશે હોંસે અને રસથી વાંચે છે; અને તેનો બહોળો પ્રચાર પણ થયો છે. તેની ચોથી આવૃત્તિ સચિત્ર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ એક નોંધવા જેવી બીના છે. આ પ્રકાશનને એક આશય, લેખક કહે છે તેમ, “એ તે ખરો કે એ વાર્તાઓમાં રસ પડતાં, વાચક મૂળ કાવ્યો વાંચવાને પ્રેરાય; એની રસવૃત્તિ સતેજ થાય.'
૧૭