SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩ ડિલેડી વિદ્યાબહેન નીલકંઠ odyNilkanth has justified in her person the demand of women to equality with men as she had edycated herself even after marriage and was the first lady graduate of the University from Gujarat, and her social work is not an eye-wash as she is connected with almost all the social works in her province.” Dr. MathuLaxmi Reddi All India Women's Confrence Report 1932-33 p. 12. સર રમણભાઈ ( કામ કરવાને અશક્ત થઈ પડયા તે દરમિયાન સોસાઈટીનું કામકાજ સંભાળવાને નવા ઓન. સેક્રેટરી નિમવાની અગત્ય જણાઈ; સેસાઈટીના નિયમોમાં એવી કોઈ કલમ ન હતી કે એવી નિમણુંક મેનેજીંગ કમિટી કરી શકે, પણ મેનેજીંગ કમિટીને પેટા-નિયમ ઘડવાની સતા છે, તેની રૂએ નીચે મુજબ નવો નિયમ મંજુર કરવામાં આવ્યો હતો – ૭ ૧. ઓનરરી સેક્રેટરી માંદગીના, મુસાફરીના અગર લાંબી ગેરહાજરીના સબબથી અગર એવા બીજા કેઈ જરૂરી સંજોગથી કામ કરી શકે તેમ ન હોય તે પ્રસંગે એન. સેક્રેટરી તરીકે તમામ કામ કરવાને સારુ મેનેજીંગ કમિટી તે કમિટીના સભ્યોમાંથી કોઈને ઓન. સેક્રેટરીની તમામ સત્તા સાથે નીમી શકશે.” સદરહુ પેટા નિયમ પસાર કરતી વખતે મેનેજીંગ કમિટીની એવી લાગણી હતી કે રમણભાઈની માંદગી દરમિયાન કામચલાઉ ઓન. સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેન જ કામ કરે. એથી કેટલીક સગવડ સચવાતી હતી: રમણભાઈને સ્થાનમાં, ઝાડે ફેર પડ્યો નહતો, એટલું જ નહિ પણ એમની સાલહ વારંવાર લઈ શકાય એવી તે ગોઠવણ હતી; અને વિશેષમાં લેડી વિદ્યાબહેન પ્રત્યે સૌને સન્માન હતું અને એમની કાર્ય • રીપોર્ટ ૧૯૨૭, પાનું ૨૧ મું.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy