SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર કે એક સુંદર કાવ્ય વાંચતાં આપણે કંઈ જુદો જ આનંદ અનુભવીએ છીએ. તે આપણી સમક્ષ કાંઈ કાંઈ ચિત્રો, દ, પાત્ર, વિચારે ઉભા કરે છે; આપણે કંઈ કંઈ અવનવી લાગણીનો અને અનુભવને સાક્ષાત્કાર કરીએ છીએ; તે આપણને સુખ અને શાન્તિ બક્ષે છે, તેનો આહલાદક ધ્વનિ આપણું કાનમાં ગુંજ્યા કરે છે, તેની છાપ આપણી નજર પાસેથી ખસતી નથી. જેઓએ તાજમહેલનું દર્શન કર્યું છે. તેઓ તેના સૌન્દર્યનું પાન કરતાં ધરાયા નથી. રથાપત્ય કળાનો તે ઉત્તમ નમુને છે અને તેની આસપાસનું વાતાવરણ અને દેખાવે એવા આહ્વાદક, શાન્તિદાયક, સુવાસભર્યા અને ચિત્તાકર્ષક માલુમ પડે છે કે આપણે ઘડીભર કોઈ ઈદભવનમાં જઈ વસ્યા હોઈએ એવું ભાન થાય છે-એ આનંદ પ્રાપ્ત થાય છે, અને તેનું કારણ આપ આપી શકતા નથી અત્યાર સુધી આપણે સંગીત, નૃત્ય, સ્થાપત્ય અને શિલ્પ પ્રતિ ઉદાસિનતા સેવી હતી. તેમને અધમ પ્રતિન માન્યાં હતાં, પણ એ વિચારો હાલમાં બદલાવા માંડ્યા છે એ સંતોષકારક છે. આ વિષેનું મહત્વ સમજીને પ્રે. આનન્દશંકરભાઈની પ્રેરણાથી સોસાઈટીએ બેલાર્સ કૃત “The Fine Arts” એ નામના પુસ્તકને ગુજરાતીમાં તરજુ કરાવવાનું નક્કી કર્યું હતું અને તેમાં ખુશી થવા જેવું એ હતું કે તે પુરતકને તરજુ કરવાનું કાર્ય આપણા એક સર્વમાન્ય સાક્ષર અને રસજ્ઞ શ્રીયુત નરસિંહ રાવે રવીકાર્યું હતું. અનેક વ્યવસાયો અને પાછળથી કોલેજના અધ્યાપક તરીકેના કામના દબાણથી તેઓ. એ તરજુમ હજુ તૈયાર કરી શક્યા નથી, પણ જ્યારે તે આપણને મળશે ત્યારે તે પુસ્તક ઉપયોગી થઈ પડશે એ વિવે અમને શંકા નથી. એ ઉણપ એમણે બીજી રીતે પૂરી કરી છે. સન ૧૯૦૭ માં મુંબઈમાં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ સાર અભિનેતા વિષે એમણે એક નિબંધ લખ્યો હતો, પણ તે બહું લાંબો હોવાથી તેને સારી માત્ર “વસન્ત” માં પ્રગટ થયે હતે. ઓ કિમતીમિલબ્ધ છાલ. પર હાથપ્રતમાં બંધાઈ રહે એ કઈ રીતે ઈચ્છનીય મહતું. સાંઈટીને એમણે તેને પ્રકાશન માટે પૂછાવ્યું અને કમિટીએ ને ખુશીથી છપાવવાનું સ્વીકાર્યું અને તે પુસ્તક “અભિનય કળા”
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy