________________
૧૩
હિન્દુસ્તાન મુખ્યત્વે ખેતીપ્રધાન મૂક છે; અને અત્યારે તેની સ્થિતિ અન્ય દેશને કા માલ પૂરું પાડવામાં સમાઈ રહેલી છે. હિન્દને. ઔદ્યોગિક વિકાસ બહુ મંદ રીતે આગળ વધે છે અને વેપારની હરિફાઈ વધી પડવાથી સરકારનાં કાયદેસર રક્ષણ વિના હિન્દી વેપાર હુન્નર ટકી શકે એમ નથી. તેમાં વળી વેપારની મંદી આવવાથી અને માલના ભાવ છેક નીચા બેસી જવાથી ખેડુતે તે પાયમાલ થયા છે, અને તેનું પરિણામ એ આવ્યું છે કે ગામડાંઓ ભાંગવા માંડયાં છે અને ગ્રામ્ય જીવનમાં સુખ, શાનિત કે સલામતી જેવું કાંઈ રહ્યું નથી. એને વિચાર કરતા ગેલ્ડસ્મિથની. જાણીતી પંકિતઓનું સ્મરણ થાય છે.
તુજ ઝુપડાં ખંડેર ખાવા ધાય એવાં થઈ ગયાં, ખાડા પડ્યા, પડખાં ખવાયાં, ભીત પર ખડ ઉગયાં. ડરી ત્રાસ થકી બહુ જુલ્મ થતાં, ભરવા નિજ પેટ બધાં બળતાં ધન તેર અને અધિકાર થકી, બચવા પરદેશ પળ્યાં કડળી. લક્ષ્મી જે દેશમાં રેલે, પૂજા જ્યાં જડની થતી, રીસાતી માણસાઈને, સડી ત્યાં જનતા જતી. આફત ઉભરાતી ત્યાં, વાસે દુઃખ તણે થતા, ઘોર સંતાપની ઝાળે, હોમાઈ દેશ તે જતો. રાજા અમીર ધનવાન ધરણું પર ઉગે ને આથમે. પળ વિપળનાં એ પૂતળાં પળભર રમે પળમાં શમે. ખેડુત જીવન દેશનું ના નાક કદી આવે ગયું, સુર્યું ને વીર સરલ પણ ફરી પ્રાણુ દીધે સાંપડયું.
આમાં કરૂણાજનક તે એ છે કે શહેરી જીવનનાં આકર્ષણ અને મેહથી અંજાઈ જઈને ગામડાંમાંથી સેંકડો યુવકે શહેરમાં ધંધ શેધવાને ઘસડાઈ આવે છે, પણ પુરતી સવડ અને ધંધાને અભાવે તેમને શહેરમાં અનેક પ્રકારની હાડમારી વેઠવી પડે છે અને અહીં તેઓ રીબાઈ કચરાઈને અંતે મૃત્યુવશ થાય છે, એ ઘેડું શોચનીય નથી; જ્યારે ગામડાંઓ ખેતી કામમાં પૂરતા મજુરો વિના દુઃખ ભોગવે છે. એક તરફ ખેતીને, ખર્ચ અને બીજી તરફ ખેતીની પેદાશના નીચે ને નીચે ગબડતા ભાવોએ તેને બિસ્માર સ્થિતિમાં આણી મૂક્યા છે અને આપણા હુન્નર
• તાલ તિલકા અથવા ગ્રામ્ય ગરવ, માને છે.