________________
હવે કાયદાથી તેમ લોકમત જાગૃત થવાથી તેમની સ્થિતિ સુધરવા પામી છે. મજુરનાં મહાને સ્થપાવાથી તેમ એકસંપથી અને સમૂહબળથી ધારેલા લાભ અને હક્ક મેળવવાને તેઓ શક્તિમાન થયેલા છે. એ આ જમાનામાં જ બન્યું,
નિરાશ્રિત અને રાનટી પ્રજાને પશુની જેમ રાખવામાં આવતી. એમનો ઉદ્ધાર કરવા શ્રીયુત અમૃતલાલ ઠક્કર જેવા સમાજ સેવકે બહાર પડયા છે, અને તેમાં પણ ઘણું સંગીન કાર્ય થવા માંડયું છે.
પરંતુ સાથી આશ્ચર્યકારક પ્રગતિ અસ્પૃશ્યતા નિવારણ પ્રશ્ન કરી છે. એનાં યુગજુનાં મૂળપર મહાત્માજીએ સખ્ત પ્રહાર કરવા માંડ્યા છે, અને ટુંક મુદતમાં આપણું ઉજ્જવળ હિન્દુ ધર્મને લાંછનરૂપ એવી પ્રજામાંથી અમૃ. શ્યતાની ભાવના અને પ્રથા દૂર થશે એવી અત્યારની ચોતરફ પ્રસરી રહેલી પ્રવૃત્તિ જોતાં લાગે છે અને ગુલામેના છુટકારાની જેમ જ તે દિવસે એ અસ્પૃશ્યતાની બદી નાબુદ થઈ માત્ર ઇતિહાસને વિષય થઈ પડશે, એવી આશા પડે છે.
પૂર્વે જાહેર કાર્યકર્તાઓ જુજજાજ મળી આવતા હતા; જાહેર હિમ્મત દર્શાવનારા થોડાક જ નિકળતા; સે કઈ જ્ઞાતિના ત્રાસથી ભડકતું; પણ એ બંધને આ યુગમાં શિથિલ થઈ પડ્યાં છે; સમાજ સેવકે પણ પાશ્ચાત્ય મિશનરીઓની પેઠે સમાજની સેવા અર્થે ઠેર ઠેર નીકળવા લાગ્યા છે અને કોપકારી સંસ્થાઓ સ્થાપી રહ્યા છે એ આપણા ઉત્કર્ષનું આશાજનક ચિહન છે.
આવજા અને વ્યવહારના સાધનમાં મહટો સુધારો અને ખીલવણ થવા પામ્યાં છે. મોટરબસે તે ગામડાઓને શહેર ભેગાં કરી મૂક્યાં છે. વાયરલેસ, એરોપ્લેન અને ટેલીફેનથી દિફ અને કાળનું અંતર તદ્દન કપાઈ ગયું છે; અને ટેલીવિઝન પ્રચારમાં આવતાં આપણે હજારે માઈલ દૂરના દો ઘેર બેઠાં જોઈ શકીશું.
આ વૈજ્ઞાનિક પ્રગતિએ સમાજ પર તેમ આપણા જીવન પર જબરી અસર કરેલી છે; બલ્ક આપણે એમ કહી શકીએ કે એ દ્વારા આપણાં જીવન પલટાઈ ગયાં છે, અને પ્રજાના સુખ સગવડ, આનંદ અને વિનેદનાં સાધનમાં, જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન પ્રચારમાં, આપણે કલ્પી શકીએ નહિ એવી હેરત પમાડનારી પ્રગતિ થયેલી છે, પ્રશ્ન માત્ર એ જેવાને રહ્યા છે કે પ્રજા એ સર્વ સાધનસગવડનો કેવી રીતે ઉપયોગ કરે છે વા કરશે.