________________
૨૨૭
બ્રહ્મચારીનો વાડીના ટ્રસ્ટી તરીકેનું રાજીનામું આપ્યું હતું; તે પણ દૂર રહે તેના કામકાજમાંથી એમના રસ એા થયેા નહોતા.
રણછેડલાલ હાઇસ્કુલના હેડ માસ્તરના પદે અમદાવાદમાં પાછા ફરતાં કેશવલાલભાઇને સેાસાઈટીની મેનેજીંગ કમિટીમાં ફ્રી લેવામાં આવ્યા હતા. માત્ર વચમાં થોડાંક વર્ષોં કેટલાક પ્રપચી પુરુષોની ખટપટને લઇને એમને ખસવું પડયું હતું; પણ સન ૧૯૨૦ માં સેાસાઈટીના પ્રમુખપદે તે નિમાયા હતા અને અદ્યાપિ તે પદને તેએ શેાભાવી રહ્યા છે.
સાસાઇટીના પ્રમુખપદે આવ્યા પછી સાસાઇટીની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ વિવિધ રીતે વિકસેલી છે; તેમાં ખાસ કરીને ગુજરાતી કેશ સુધારણાનું કામ અને પ્રાચીન કાવ્યાનું સંશોધન અને પ્રકાશન કા, એ મે, મુખ્યત્વે, દી. બા. કેશવલાલભાઇને આભારી છે.
આ વિષયેામાં તેએ ઉંડા ઉતરેલા છે, એટલુંજ નહિ પણ તે વિષે તેમના અભિપ્રાય પ્રમાણભૂત લેખાય છે. તે જાતે તેમાં રસ લે અને સાથે સાથે તેનું સંપાદન અને સુધારણાનું કામ પણ હાથપર લે એથી વિશેષ રૂડું શું હોઇ શકે ?
એ વિષેના એમના કાડ તે બહુ મ્હોટા છે. તેએ એક પ્રમાણભુત ગુજરાતી કાશ જોવાને બહુ ઉત્સુક છે; તે એક ભગીરથ કાય છે, તપ એકલે હાથે અને ઉત્તરાવસ્થામાં સે।સાઇટીના ગુજરાતી કોશનું નવેસર સુધારણાનું કામ એમણે ઉપાડી લીધું હતું. સાસાઇટીએ છપાવેલા કાશને ભૂમિકા તરીકે રાખીને ‘ ૫ ’ અક્ષર એમણે તૈયાર કર્યો, જે છપાયેા છે; તે પછી ‘ અ’ અને ‘આ’ એ મે સ્વર શબ્દોની પ ની પેઠે સાફ પ્રત કરેલી છે. આખા કોશ અન્યના સહકાર અને સહાયતા વિના ઘેાડા સમયમાં પૂરા થાય એ સંભવિત નહોતું; તેમાં એમની આંખ નબળી પડી જતાં, ન છૂટકે એ પ્રવૃત્તિ અટકાવવી પડી હતી. તાપણુ એ તૈયાર કામ પરથી કાશનુ કામ કયા ધારણે કરવું, તેમાં શુ શુ આવશ્યક છે, કૈાશની રચના કેવી હોવી જોઇએ એ વિષે ઘણું જાણવાનું પ્રાપ્ત થશે અને, એ વિષય પ્રતિની એમની ઉત્કટ લાગણી નિહાળીને અમે તે સાનદાય પામ્યા છીએ.
પ્રાચીન ગુજરાતી કવિતા માટે એમના જેવા અનુરાગ અમે બહુ થોડા વિદ્વાનોમાં જોયા છે. આપણું એ કવિતાનું સાહિત્ય, છાપેલું, એમણે બારીકાઇથી વાંચ્યું છે, તેમ કેટલાંક પ્રાચીન કાવ્યા હાથપ્રતેમાં ટાઇ