________________
એમણે પસા ટકાની પરવા કરી નથી. માનમરતબા સારૂ ઝંખના કરી નથી; એમને એક જ વસ્તુની લગની લાગેલી છે અને તે સરસ્વતીની ઉપાસનાની, અને એમની એ બ્રાહ્મણત્વભરી વૃત્તિ પર ભાર મૂકીને સેસાઇટીની છેલ્લી વાર્ષિક સામાન્ય સભામાં શ્રીયુત નરસિંહરાવ અને દી. બા. કેશવલાલને બુદ્ધિપ્રકાશને અભિનંદન અંક અર્પણ કરવાના ઠરાવની દરખાસ્તને અનુમોદન આપતાં શ્રીયુત મુળચંદભાઈએ એ પ્રતિ શ્રોતૃવર્ગનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તે ઉલ્લેખ પ્રસંગચિત હતા. એમણે ઈચ્છયું હેત તે સરકારી ખાતામાં તેઓ કોઈ મોટા અધિકારીના પદે પહોંચ્યા હોત અથવા તે વકીલ થઈને સારી રીતે પૈસા ભેગા કર્યા હત; પણ એમના સ્વભાવને તે અનુકૂળ જ નહોતું. તા. ૧૧ મી ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજમાં પ્રેમ ભક્તિ મંડળ તરફથી એમના સન્માનાર્થે સમારંભ યોજાયો હતો, તે પ્રસંગે અપાયેલા માનપત્રનો ઉત્તર આપતાં કેશવલાલભાઇએ જણાવ્યું હતું, કે –
સારું થયું કે દં એ (કેળવણ) ખાતામાં જોડાયે. મને મૂળથી વિદ્યા ઉપર પ્રીતિ હતી; અને જુના જમાનામાં વિદ્યાવૃદ્ધિને અવકાશ આપતું તે માત્ર એ ખાતુંજ આપતું હતું. એ અનુકૂળતાને લીધે મેં મારે અભ્યાસ આગળને આગળ ધપાવ્યો. આજીવિકા મેળવવા અને વર્તમાનપત્ર કે કાવ્ય નાટક વાંચવા ઉપરાંત માણસે કોઈ ઊંચું ધ્યેય રાખવું ઘટે છે; તદનુસાર જીવનની બીજી વીસીના આરંભમાં સાહિત્ય સેવા ઉઠાવવાને મેં સંકલ્પ કર્યો હતે. તે પણ મેં અવસરસર આચારમાં મૂકે.”
આપણે ઉપરના કથન ઉપરથી જોઈ શકીએ છીએ કે કેશવલાલભાઈએ સરસ્વતી પ્રત્યેના પ્રેમથી ખેંચાઇને આજીવન સાહિત્યની ઉપાસના કરેલી છે; સાહિત્યમય જીવન જીવ્યા છે, અને સાહિત્ય વાચન અને લેખનમાં રાવ્યા છે અને તેમાં પિતાને કૃતકૃત્ય થયેલા સમજ્યા છે. શ્રીયુત નાનાલાલે એમના વિષે બોલતાં સાચું જ કહ્યું હતું, કે “વર્તમાન ગુજરાતની મૃતિમન્ત વિદ્વત્તા તે કેશવલાલભાઈ
આવા એક વિદ્વદ મણિની સેવાને લાભ સાઈટીને મળે છે, એ સાઈટીનું મહદ્ ભાગ્ય છે.
ભૂજમાં કચ્છના પાટવી કુંવરના શિક્ષક તરીકે એમની પસંદગી થતાં તેઓએ સોસાઇટીની મેનેજીંગ કમિટીમાંથી તેમજ સાઈટી હસ્તકની