________________
૧૮૦
પ્રેસ ઍક્ટની રૂઇએ સરકારને દરેક પ્રકાશનની બે પ્રતે ભરવામાં આવે છે તેમાંની એક પ્રત પ્રાંતવાર એકાદ મુખ્ય સાહિત્ય સંસ્થાને તે ભેટ આપવામાં આવે તે એ રીતે તેના સંગ્રહ અને સુરક્ષણ માટે તજવીજ કરી શકાય; તેમ લેખકવર્ગને અપીલ કરીને તેમના તરફથી એકેક પ્રત મેળવવા ગોઠવણ થાય.
આ કાર્ય ખોરંભે નાખવા જેવું નથી. તાત્કાલીક તેની અસર નહિ જણાય. જે આપણે આગળ વધવા ઈચ્છતા હઈશું તે પ્રજાજીવનમાં તેનું અચૂક સ્થાન છે જ; અને તે વિષે બેદરકારી સેવીશું તે ભાવિ પ્રજા આપણને જરૂર ઠપકો આપશે.
પુસ્તકાલય પરિષદ મંડળે તેને વિચાર કરે પડશે. તે કાર્યમાં પુસ્તકાલય પરિષદને અવાજ-અભિપ્રાય બેશક મદદગાર થઈ પડે.
પુરતકસંગ્રહને પ્રશ્ન, ઉપર આપણે, પ્રજાજીવનની દૃષ્ટિએ, આપણું સંસ્કૃતિની દૃષ્ટિએ વિચાર્યું.
હવે તે વ્યક્તિગત દૃષ્ટિએ જોઈએ. મનુષ્ય હરહમેશ નવી નવી માહિતી જાણવા મેળવવાને ઈતેજાર હોય છે. નવરાશના સમયે તે આનંદ ને ગમ્મતનાં સાધને, જેમકે નવલકથા, પ્રવાસ અને સાહસનાં પુસ્તકે, કવિતા નાટક વગેરેનાં પુસ્તક મેળવીને નિર્ગમન કરે છે અને વેપારરોજગાર, ધંધા હુન્નર માટે પુસ્તકાલયમાંનાં પુસ્તકોની માહિતી પર આધાર રાખે છે. તે સામગ્રી તેના ધંધાના વિકાસનું એક અંગ છે; અને પાશ્ચાત્ય દેશમાં તાજી અને છેવટની બાતમી આંકડા વગેરે પૂરા પાડવા વ્યવસ્થિત ગોઠવણ રાખેલી હોય છે.
આમાં મહત્વને મુદ્દા પુસ્તકાલયમાંનાં પુસ્તકોના વપરાશ, ઉપયોગ અને પ્રચારમાં સમાયલે છે.
અત્યાર સુધી પુસ્તકોના સંગ્રહ, સાચવણી અને વ્યવસ્થા પર ખાસ દરકાર રખાતી હતી, પણ થોડાક સમયથી એ ભાવના ફેરવાઈ ગઈ છે અને પ્રજા દરરોજ પ્રસિદ્ધ થતાં પુસ્તકોને કેમ વધુ લાભ લે, તે પુસ્તકનું વાંચન કેમ વધે, તેને બહોળો ઉપયોગ શી રીતે થાય એ પ્રતિ લક્ષ ગયું છે. હમણાં જ લંડનમાં નામદાર શહેનશાહે એવું એક મહેતું રાષ્ટ્રીય પુસ્તકાલય પ્રજા માટે ખુલ્લું મૂક્યાને વૃત્તાંત વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા.
પુસ્તકોને સંગ્રહ, સુરક્ષણ અને સાચવણું એ સઘળું આવશ્યક છે; તેટલું જ તેને બહેળો પ્રચાર અને ઉપયોગ પ્રજ-જીવનને પોષનાર અને