________________
* ૧૭૮
સમૂહ તંત્રની બેજના પ્રજાને સુપરિચિત થયેલી છે અને પ્રાંતનાં જુદાં જુદાં સંધબળે એકત્રિત થઈને કાર્ય કરે છે તેમાં નવું બળ અને વધુ વેગ આવે એટલું જ નહિ, પણ તે કાર્યમાં સંગીનતા તેમાં સફળતા પ્રાપ્ત થાય એમ અમારું માનવું છે.
પુસ્તકાલય પરિષદ મંડળનું સ્વરૂપ કેવા ધરણે ઘડવું, તેને કાર્યક્રમ કે રાખો, તેમાં કેણ સભાસદ થઈ શકે, અને તેનાં ધારાધોરણ કેવાં હોવાં જોઈએ વગેરે વિગતેનો નિર્ણય કરવાનું કામ જે કમિટી આપણે નીમવા ઇચ્છીએ છીએ તે નક્કી કરશે. હાલ તુરત એક નિર્ણય પર આપણે આવીશું કે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિને પગભર અને મજબુત કરવી હોય તે તે માટે એક કાયમ મંડળ સ્થાપવું જરૂરનું છે.
પુસ્તકસંગ્રહ, એ પ્રજાની સાંસ્કૃતિક સમૃદ્ધિ છે. દરેક રાષ્ટ્ર પિતાને એ વારસે સંરક્ષવા ઘટતાં પગલાં લે છે. આપણા પૂર્વજો પણ પુસ્તકસંગ્રહની સાચવણ અને ખીલવણી માટે પુરતી દરકાર રાખતા; તેને પોતાના પ્રાણસમાન રક્ષતા હતા. પાટણના ભંડારે તેના દષ્ટાંતરૂપ છે. આપણું પ્રાચીન સાહિત્ય એ ભંડારમાં આજ પર્યન્ત સુરક્ષિત રહ્યું છે. પ્રાચીન નોએ એ માટે ખાસ સંભાળ લીધી ન હોત તે આપણું એ સાંસ્કૃતિકધન જરૂર નાશ પામ્યું હોત. પિસેટકે, માલમિત મોડાંવહેલાં ફરી મેળવી શકાય; પણ પરાપૂર્વથી ઉતરી આવતે એ જ્ઞાનભંડારને વારસો ગુમાવવામાં આવે તે એના જેવું પારાવાર નુકશાન પ્રજાને બીજું કશું નથી; અને તે ફરી સુલભ થતું નથી. એટલા માટે પ્રજાની સંસ્કૃતિનાં સાધન, ગ્રંથભંડાર, ઐતિહાસિક વસ્તુઓ, અવશેષો, કળાના નમુનાઓ, કિમંતી કારીગીરીની ચીજો, ચિત્ર, પુતળાં વગેરે સંગ્રહી, સાચવી રાખવા કાયદેસર પ્રબંધ થવે જોઈએ છીએ.
ગુજરાત મગરૂરી લઈ શકે એવું એક મ્યુઝીઅમ તેની પાસે નથી; જ્યારે દેશપરદેશમાં નહાના ન્હાનાં શહેરે, સ્થાનિક મ્યુઝીઅમ ધરાવે છે. તેની પાછળ ખર્ચ કરવામાં કચાશ રાખવામાં આવતી નથી. પ્રાણુની પેઠે તેમાંની વસ્તુઓનું જતન કરવામાં આવે છે.
પુસ્તકાલય પરિષદે બીજું કાંઈ નહિ તે ગુજરાતમાં પ્રસિદ્ધ થતાં સર્વ પ્રકાશનેને સુવ્યવસ્થિત રીતે સંગ્રહવા અને તેને કાયમ સંરક્ષણ માટે યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયત્ન કરે જઈએ.