________________
૧૦.
સઘળું કામકાજ, અમને નેધતાં સંતોષ થાય છે કે, સર્વ રીતે ફતેહમંદ નિવડયું હતું.
આ પ્રવૃત્તિ ઉપાડી લેવામાં આવી તે આગમચ સંસાઈટીએ ઓછી વસ્તીવાળા ગામે, કે જ્યાં નિશાળ પણ ન હોય એવા સ્થળે, મુકરર ધોરણે વાચનાલયો ખેલવાને પ્રબંધ કર્યો હતો અને તે કાર્યમાં શ્રીયુત વકુંડલાલ શ્રીપતરાય ઠાકોરે મદદ કરતાં, સેસાઇટી હસ્તક પ્રિયંવદા ગ્રામ વાચનાલયની યોજના અસ્તિત્વમાં આવી હતી.
એવી બીજી એજના અમદાવાદ જીલ્લાની નિશાળોમાં વિદ્યાથીઓને ઈતર વાચન સારૂ બાળસાહિત્યની પેટીઓ પૂરી પાડવાની હતી અને તે કામમાં ઉત્તર વિભાગના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર શ્રીયુત કૃષ્ણલાલ સૂરજરામ વકીલે સહાનુભૂતિ દર્શાવી, કેળવણું ખાતા તરફથી બનતી સગવડ કરી આપવાનું જણાવ્યું હતું પણ એ અરસામાં તેમની ફેરફારી થતાં. એ અખતર પ્રયોગમાં મૂકવાનું બની શકયું નહોતું
સસાઈટીની પુસ્તકાલય પ્રવૃત્તિ સંબંધમાં પહેલી ગુજરાતી પુસ્તકાલય પરિષદ સમક્ષ આસિ. સેક્રેટરીએ નિવેદન રજુ કર્યું હતું તેમાં કેટલીક જાણવા જેવી હકીકત આપેલી છે, અને એ પ્રવૃત્તિને અંગે શું શું થઈ શકે અને તેના વિકાસ માટે કેવા પ્રયત્ન થવા જોઈએ અને તે માટે કેટલે અવકાશ છે, એનું બહુ કિંમતી માર્ગ સૂચન સ્વાગત અધ્યક્ષ લેડી વિદ્યાબહેને, એમનાં વ્યાખ્યાનમાં કરેલું છે અને આ બંને લેખ પ્રસ્તુત પ્રકરણનાં પૂર્તિરૂપ હોઈને તે પરિશિષ્ટ ૭ માં દાખલ કર્યો છે.