________________
૧૫૮
સર રમણભાઇ મહીપતરામ નીલક’ડ, નાઈટ,
બી. એ. એલએલ. ખી;
અમદાવાદ.
નવા વર્ષના માન અકરામના પ્રસંગમાં નામદાર હિન્દી સરકારે આપને નાઇટહુડના માનવતા ઈલ્કાબ એનાયત કર્યાં તે બદલ અમે ગુજરાત વર્નાકયુલર સોસાઇટીના સભ્યો આનંદ સાથે અભિનદન આપિયે છીએ.
સાસાઇટી સાથેને આપના સબંધ બહુ ગાઢો અને લાંબા સમયના છે., ઘણા વર્ષો સુધી આપના પિતાશ્રી રા. સા. મહીપતરામભાઇએ સેાસાઈના આન. સેક્રેટરી તરીકે તન દેષ્ઠ કાર્ય કર્યું હતું. તેમના સમયમાં જ આપ સેાસાટીની મેનેજીંગ કમિટીના સભ્ય નિમાયા હતા; અને સન. ૧૯૧૨ થી તેના એન. સેક્રેટરી છે. આપનું એ કાર્ય, જણાવવાની જરૂર નથી કે, ઉજ્જવળ અને શાભાસ્પદ છે. એકલા સાસાટીના નહિ પણ માનવ જીવનના જે જે ક્ષેત્રામાં આપે પ્રવૃત્તિ આદરી છે તે તેમાં આપે સંગીન કાળેા આપ્યા છે, અને તેમાં યશ અને કીતિ સ પાંદન કર્યાં છે.
બાલ્યાવસ્થામાં કાલેજમાં હતા ત્યારથી આપે સાહિત્યમાં રસ લેવા માંડેલા; તે પછી ભદ્રંભદ્ર, કવિતા અને સાહિત્ય, રાષ્ટ્રના પર્વત, હાસ્યમંદિર વગેરે રચીને જે માનભર્યું સ્થાન સાહિત્યકાર તરીકે આપે મેળવ્યું છે તે મગરૂરી લેવા જેવું છે. પ્રજાએ પણ આપને સાહિત્ય પરિષદના પ્રમુખ નીમી તે કાર્યની કદર કરી છે જ.
સમાજસુધારાના સંસ્કાર આપને આપના પિતા પાસેથી વારસામાં ઉતરેલા અને તે આપે એવી સારી રીતે પાધ્યા અને ખીલવ્યા છે કે સમાજસુધારક તરીકે આપને પ્રથમ સ્થાન અપાય છે.
એવીજ યશસ્વી અને ઉપયાગી આપની શહેરસેવા છે; છેલ્લા ૨૫ વર્ષથી આપ એક મ્યુનિસિપલ કૈન્સિલર તરીકે સતત કાર્ય કરતા આવ્યા છે અને તેનું પ્રમુખસ્થાન એકથી વધુ સમય દીપાવ્યું છે, એટલુંજ નહિ પણ જે તે આપની એ સેવાની મુક્તકંઠે પ્રશંસા કરે છે.
આપની જાહેર પ્રવૃત્તિ અને સેવા આટલેથીજ સમાપ્ત થતી નથી. સાસાટીની પેઠે શહેરની અનેક સાર્વજનિક સસ્થા સાથે આપતા, પ્રમુખ, સેક્રેટરી કે તીજોરર તરીકે નિકટ સબંધ છે, અને તે પાછળ આપ ઘણા સમયના અને શક્તિના વ્યય કરી છે, એ જાણીતું છે.