________________
૧૪૬
કેમ સુધરી શકે એ વિષે ઉપર્યુક્ત માહિતી બાલમરણ, બાલકલ્યાણ અને સુવાવડ અને બાલમરણ એ ત્રણ વ્યાખ્યાનમાં આપેલી છે.
બાલમરણ વિષેને નિબંધ ડે. જોસફ બેન્જામીને લખેલો છે. આમ દાવાદના આરોગ્ય વિષે એમના જેવી માહિતી બીજા બહુ થોડા ગૃહસ્થને હશે. એ વિષયને એમણે પદ્ધતિસર અભ્યાસ કરેલો છે એ પ્રરતુત લેખ વાંચતા ખાત્રી થશે.
બાળકલ્યાણ કેમ સાધી શકાય એ ડે. હરિપ્રસાદે ફ્રાન્સના વિલિયર્સ ડિી લકનું દષ્ટાંત આપીને બહુ રસિકતાથી સમજાવ્યું છે. એમનું એ વિલિયર્સ ડી લકનું વર્ણન વાંચવા જેવું છે. તેઓ વર્ણવે છે:
“ ફ્રાન્સમાં વિલિયર્સ ડી લક નામનું એક ગામડું છે. ત્યાંના રહેવાશીઓના મનમાં એક મહત્ત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ. આપણા ગામમાં કોઈ બાળક મરવું ના જોઈએ, એ એમણે સંકલ્પ કર્યો અને એવા જબરજસ્ત પ્રયત્ન કર્યો કે, ૧૦ વર્ષ સુધી લાગટ, એ ગામમાં જેટલાં બાળકે જમ્યાં એટલાં જીવ્યાં, કોઈ કસુવાવડ સુદ્ધાં ના થઈ
આપને કદાપિ આ વાત જોડી કહાડી હોય એવી લાગશે પરંતુ એ ખરેખર બનેલી હકીકત છે અને લેન્સેટ' નામના સુપ્રસિદ્ધ ગ્રેજી વૈદક સાપ્તાહિકમાં એનું વિગતવાર વર્ણન આવી ગયેલું છે.
પ્રથમ તે એ ગામના નગરશેઠે પિતાના મોટા દીકરાને વૈદક શાસ્ત્ર ભણુવ્યું, એ. એમ. ડી સુધી ભણે પણ બંધ કરવાને એને ઈરાદો નહતે વૈદકશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાન પછી એણે પોતાના ન્હાનકડા ગામનીજ સેવા અર્થે પિતાનું જીવન અર્પણ કર્યું અને ગામનાં તમામ સ્ત્રી પુરુષોએ, નગરશેઠને અને એમના દીકરાને પુરેપુરી મદદ કરી.
કાન્સમાં વસ્તી ઘટતી જાય છે પરંતુ દેશ ઉજજડ ને થઈ જાય તે માટે ઉછરતાં બાળકો જીવે ને હટાં થાય છે ત્યાં બહુ જરૂરનું છે. આમ, પિતાનાં બાળકો બચાવતાં, એ ગામે, પિતાના દેશની સેવા પણ કીધી. પ્રથમ તે એમણે ગામમાં ચોખ્ખા પાણીના નળ લીધા, ગટરે કરી; પિળો અને મહેલા સ્વચ્છ કર્યા અને ગંદકી, ભેજ તથા દુર્ગધ દૂર કર્યા. મચ્છર મેલેરિયા ફેલાવે છે માટે મચ્છરોજ ઉત્પન્ન ના થાય એવા ઇલાજ લીધા; પાણીના ખાબોચીયાં પુરી નાખ્યાં અને તમામ ગામ તથા એની આસપાસના બને ત્રણ ત્રણ માઈલને વિસ્તાર સાફ કયો.