________________
૧૪૫
એ પ્રકારની આરોગ્ય વિષય પ્રતિ ધગશ, તેમ કર્તવ્ય પરાયણતા ડો. હરિપ્રસાદમાં જોવામાં આવે છે. ખાસ કરીને સાહિત્ય માટે એમને અનુરાગ હેઈને એમનું આ લેખન કાર્ય વિશેષ દીપી ઉઠે છે.
સોસાઇટીને એમણે ત્રણ નિબંધ લખી આપ્યા છે; મેલેરીયા, બાળકલ્યાણ અને આરોગ્યશાસ્ત્ર; અને ચાલુ વર્ષમાં એમને “દુધ અને ઘીને પ્રશ્ન–પ્રજાજીવનની દૃષ્ટિએ,’ એ વિષય પર એક વ્યાખ્યાન લખી આપવાનું સંપાયું છે.
અમે પ્રથમ જ જણાવી દીધું છે, કે તેઓ જે કઈ પ્રશ્નને જીવનની ઉપયોગિતાની-વ્યવહારિક દષ્ટિએ જુએ વિચારે છે અને તેનું પ્રમાણ એમના આરોગ્ય શાસ્ત્ર” ની પ્રસ્તાવનામાંથી રજુ કરીશું -
“ગુજરાતીમાં ખરેખરૂં ઉપયોગી પુસ્તક તૈયાર કરવું હોય તે તે આપણા દેશની સ્થિતિનું અવલોકન કરી સ્વતંત્ર જ પુસ્તક લખવાની જરૂર જણાઈ અને તે પણ બને તેટલું સરળ અને રસમય હોવું જોઈએ એમ મને લાગ્યું.
દર્મિયાન અમદાવાદ શહેર સાફ કરવાનું ગંભીર કાર્ય મહારે માથે આવ્યું અને મારા કાર્યને એનાથી ખુબ મદદ મળી.”
આરોગ્ય પ્રદેશ” એ પુસ્તક વાર્તારૂપે લખાયું છે, એવા આશયથી કે નવલકથા સમાજમાં પુષ્કળ વંચાય છે તે તે દ્વારા આરોગ્યને સંદેશો તેમને પહોંચાડી શકાય; તેના લેખક રા. રેવાશંકર સેમપુરા એક બાહોશ શિક્ષક છે; અને વિજ્ઞાન માટે ભારે શેખ ધરાવે છે; એ વાર્તાનું પ્રયોજન નીચેના અવતરણમાં એમણે દર્શાવ્યું છે –
“ આ પ્રદેશ ઉત્તર હિંદમાં આરોગ્યપ્રદેશ કહેવાય છે; કારણ કે મરકી, કેગળીયું, શીળી, ક્ષય અને તાવ જેવા સામાન્ય રે બીજા દેશમાં સાધારણ છે, જ્યારે આ પ્રદેશમાં અત્યારે તેનું કોઈ નામ પણ જાણતું નથી. અગાઉ એક વખત એ પણ હતું કે જ્યારે ગંગાદેશ સર્વ રોગનું ઘર લેખાતે. આ જમ્બર ફેરફાર કેમ થયો અને તે દેશ આરોગ્યપ્રદેશ કેમ બન્યો તે હકીકત આ વાર્તામાં આપવામાં આવી છે.”
આપણું દેશમાં બાળમરણનું પ્રમાણુ જેમ ભયંકર છે તેમ સુવાવડી સ્ત્રીઓની મરણ સંખ્યા આપણને આઘાત પહોંચાડે છે. એ મરણ પ્રમાણ કેમ ઘટાડી શકાય, અન્ય દેશમાં એ સંબંધમાં શી ગોઠવણ છે, એ સ્થિતિ
* જુઓ એ પુસ્તકના પુંઠા પરનું અવતરણ,
૧૦.