________________
૧૩૦
સોસાઈટીએ કર્વે યુનિવર્સિટિ અંગની પાઠશાળામાં અભ્યાસ માટે નિયત થયેલા આ વિષયનું પુસ્તક છપાવવાનું માથે લીધું હતું, એટલું જ નહિ પણ અહિની ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના વ્યવસ્થાપકો તરફથી એ વિષયમાં મદદ આપવા માગણી થઈ હતી, તેને નીચે પ્રમાણે કરવા કરીને ઉત્તર આયે હતે:
“ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના સેક્રેટરીઓને સસાઈટી પાસેથી નાણાંની મદદ અને પાઠય પુરકો તૈયાર કરવામાં મદ મળવા માટે પત્ર આવ્યા તે વાંચીને ઠરાવ કે તે મંડળના સેક્રેટરીઓને લખી જણાવવું કે સાઈટી તેમને નાણાંની મદદ કરી શકે તેમ નથી પણ તેઓ જે સ્ત્રી કેળવણીને લગતાં પાઠ્ય પુસ્તક તૈયાર કરાવવા ઇચ્છતા હશે તે તે બાબત સે સાઈટી ઘટતી વ્યવસ્થા કરશે.”
ઓષધિશના સંપાદક સ્વર્ગસ્થ ચમનલાલ શિવશંકરના જુના લખાણના પિટલામાંથી પદાર્થ વિજ્ઞાન વિષે થોડુંક લખાણ મળ્યું હતું તે લેખકની વિધવાને ઉત્તેજન આપવા નિમિત્ત સદરહુ પદાર્થ વિજ્ઞાનનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પણ એ વિષય પર એક સ્વતંત્ર પુસ્તક ગુજરાત કોલેજના ડેમોન્સ્ટટર મી. ધનજીભાઈ ફકીરભાઈએ લખ્યું છે અને તે ચાલુ વર્ષમાં બહાર પડશે. તે શાળામાં અભ્યાસ માટે તેમ સામાન્ય વાચન માટે ઉપયોગી થશે.
વનસ્પતિ શાસ્ત્ર-આર્થિક દૃષ્ટિએ-એ પુસ્તક એ વિયનાં વોટસનાં હેટાં પુસ્તક પરથી તારવી કાઢવામાં આવ્યું છે અને તે એ વિષયના માજી અધ્યાપક અને કેળવણી નિષ્ણાત શ્રીયુત છોટાલાલ બાલકૃષ્ણ પુરાણીએ તૈયાર કર્યું છે. અવકાશના સમયે તેનું વાચન જ્ઞાનબોધક તેમ રસિક થઈ પડશે.
આપણુ ઘણી વનસ્પતિઓ, તેને ઉપયોગ બરાબર નહિ જાણ્યાથી બરબાદ જાય છે, તેને ઘટતે લાભ આવા પુસ્તકના વાચન અને અભ્યાસથી મેળવી શકાશે. એ દિશામાં આપણે ખાસ લક્ષ આપવું જોઈએ છીએ.
આ પ્રમાણે વિજ્ઞાનને લગતાં પુસ્તકો લખાવવા સોસાઈટી બનતા પ્રયત્ન આદરી રહી છે, પણ દિનપ્રતિદિન એ વિષયમાં નવી નવી શોધ
• તા ૨૬ મી જાન્યુઆરી ૨૩, ઠરાવ નં. ૬.