________________
“ભુસ્તર વિજ્ઞાન ” એ એક સ્વતંત્ર ગ્રંથ છે. આવું રસિક બીજુ કોઈ વિજ્ઞાનનું પુસ્તક ગુજરાતીમાં નહિ જણાય, શ્રીયુત ડાહ્યાભાઈ પી. દેરાસરીએ ઈંગ્લાંડમાં રહીને આ વિષયને પદ્ધતિસર અભ્યાસ કર્યો હતો અને ત્યાંની જલેજીકલ મંડળીના ફેલો પણ તેઓ નિમાયા હતા. શાસ્ત્રીય વિષયો જે સામાન્ય રીતે કઠિન અને શુષ્ક માલુમ પડે છે, તેને સરળ અને રસિક બનાવવાની શ્રીયુત ડાહ્યાભાઈએ એવી અજબ શક્તિ મેળવી છે કે વિજ્ઞાન પર એમનાં લખેલાં પુસ્તક એક નવલકથાની પેઠે રસદાયક જણાય છે અને તેની પ્રતીતિ થવા અમે વાંચકને એમનું ભુસ્તર વિજ્ઞાનનું પુસ્તક વાંચવાની ભલામણ કરીશું.
એ વિષય આપણે અહિં નવીન છે અને તેની વિગતે યાદ રાખવા જતાં આપણે ગુંચવાઈ જઈએ છીએ; તેમ છતાં લેખકે ભુસ્તરનું વિજ્ઞાન આપણને બહુ સરળતાથી અને અસરકારક રીતે સમજાવ્યું છે, અને તેમાં સ્થળે સ્થળે ઘટતાં ચિત્ર આપી એ વિષયને બહુ આકર્ષક બનાવ્યો છે. - લોર્ડ કર્ઝનના સમયથી આપણે અહિં “સહકાર પ્રવૃત્તિ' કાયદેસર દાખલ થયેલી છે, પણ તેની પ્રગતિ પ્રજામાં આપણે ઈચ્છીએ એટલી હજુ થઈ નથી, અને તેનું તંત્ર કેટલેક દરજજે સરકાર હસ્તક હોઈને તેના વહિવટમાં અનેક પ્રકારના અંતરાય નડ્યા કરે છે.
એ પ્રવૃત્તિના સિદ્ધાંતે સમજાવતું એક પુસ્તક હિન્દ સેવક સમાજના એક સભ્ય મી. વેંકટ અયાએ લખ્યું હતું, અને તે એ વિષયમાં માર્ગદર્શક હેઈને સોસાઈટીએ તેને તરજુમે શ્રી. નટવરલાલ હરિલાલ ભગવતી પાસે કરાવ્યો હતે. લેખક એક વકીલ હતા એટલે સહકારી એકટનું એમને સારું જ્ઞાન હતું અને તે વિષયને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા છે, એમ એ પુસ્તક સહકારી સંસ્થા તરફથી લેવાતી પરીક્ષા માટે વાંચનાર ઉમેદવારે અમને જણાવ્યું હતું.
આહારશાસ્ત્ર પ્રવેશિકા એ પુસ્તક કર્વે યુનિવરસિટિની પરીક્ષાના અભ્યાસક્રમમાં એ વિષયને સ્થાન મળ્યાથી લખાયું હતું. પ્રથમ લેખકે એ ગ્રંથ મરાઠીમાં લખી પછી ગુજરાતીમાં લખી આપવા સેસાઇટીને જણાવ્યું હતું. આપણી શાળે પાકશાળામાં યોગ્ય પાઠ્ય પુસ્તકની તંગી માલુમ પડે છે અને તે ખામી દૂર કરવા સોસાઈટી હમેશાં સહાયતા કરતી રહી છે.