________________
(૧૨૮
શ્રીયુત પર્જન્યરાય વૈકુંઠરાય મેઢ રસાયન શાસ્ત્રના વિષયમાં એ સમયે એમ. એ; માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા હતા એટલુંજ નહિ પણ ચાન્સેલરને સુવર્ણ ચંદ્રક મેળવવા ભાગ્યશાળી નિવડ્યા હતા. સંસાઈટીએ એમને સર પ્રફુલચંદ્રના પુસ્તકને સાર ભાગ ગુજરાતીમાં લખી આપવા સૂચવ્યું અને તે કાર્ય એમણે ઉમંગભર ઉપાડી લીધું હતું. એ વિષયમાં રસ લેનારને આ પુસ્તકનું વાચન બહુ રસપ્રદ થશે.
માનસ શાસ્ત્ર પર છે. જેમ્સનું પુસ્તક પ્રમાણભૂત ગણાય છે, અને તે આખા પુસ્તકને તરજુમે ગુજરાતી વાચક વર્ગને બહુ મહેરે થઈ પડે તેમ અનુકૂળ પણ ન થાય. તેથી એ વિષય લઈને યુનિવરસિટિની એમ. એ. ની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ થનાર તેમ ન્યાયમૂર્તિ તેલંગ સુવર્ણ ચંદ્રક મેળવનાર છે. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા; જેઓ હમણાં મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાસને બિરાજે છે, તેમને તેને અનુવાદ ટુંકાણમાં તૈયાર કરી આપવા વિનંતિ કરવામાં આવી હતી. તે વખતે તેમને સમય પણ વિશેષ હતે. એ વિષયનો અભ્યાસ પણ તાજે હતું એટલે એ શ્રમભર્યું કાય એમણે ટુંક મુદતમાં પુરું કરી આપ્યું હતું અને એ અનુવાદના સમર્થનમાં, તે પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું:
જેમ્સના પુસ્તકને અનુવાદ કરવા માટે એટલુંજ કારણ પુરતું છે કે મનના વ્યાપારનું હેનું વર્ણન ઘણું આબેહુબ તથા અસરકારક છે અને આપણું હંમેશનું વર્તન સુધારવા માટે તે જેમ્સનું પુસ્તક અત્યંત ઉપયોગી છે.”
ત્રીજે વર્ષે વડોદરા રાજ્યની ટ્રેનિંગ કોલેજની માગણી પરથી એની નવી આવૃત્તિ કરાવવામાં આવી હતી.
માનસ શાસ્ત્રને વિષય અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે, અને તે વિષે સમગ્ર ખ્યાલ આપે એવું એક સ્વતંત્ર પુસ્તક બે ભાગમાં લખી આપવાનું સોસાઈટીએ શ્રી. પ્રાણજીવનભાઈ વિશ્વનાથ પાઠકને સંપ્યું છે; એ વિષયના તેઓ ઉંડા અભ્યાસી છે તેમ આધુનિક વિચાર પ્રવાહથી સારી રીતે પરિચિત છે. એમનું એ પુસ્તક તૈયાર થયે, અમારું માનવું છે કે નુતન માનસશાસ્ત્ર પર આપણને એક કિંમતી પુસ્તક પ્રાપ્ત થશે.
- માનસ શ સ્ત્ર પૃ. ૬,