________________
૧૨૦
નવી પ્રવૃત્તિઓ સેસાઇટીના અંગે આરંભી હતી, તે ને વધુ ખર્ચ કરવા જતાં, સંકેચવી પડે, તેથી બુદ્ધિપ્રકાશની હીન સ્થિતિ અમને સાલતી હતી; તેમ છતાં, તે વિષે તાત્કાલિક કાંઈ નવું પગલું ભરવા ઇચ્છા થતી નહોતી અને તેનું કારણ વાસ્તવિક, આર્થિક પ્રશ્ન જ હતો.
અમારી મુશ્કેલીઓને કાંઈક ખ્યાલ આપવા તે વખતે યુગધર્મમાં “સાહિત્ય પ્રકાશક સંસ્થાઓ ” એ વિષે લેખ લખતા, બુદ્ધિપ્રકાશને લક્ષીને, નીચે પ્રમાણે નોંધ અમે કરી હતીઃ
“તે (સાઈટી) એક સાર્વજનિક સંસ્થા છે અને તેને વહીવટ પ્રજા હસ્તક છે; પણ એક જાણીતા અંગ્રેજ વિવેચક મિ. મિડલટન મરેએ જણાવ્યું છે તેમ, આવી સંસ્થાઓમાંથી વ્યક્તિત્વ એટલું ઓછું થઈ જાય છે કે તેની વાસ્તવિક અસર લગભગ અડધી ઓછી થઈ જાય છે ને તે વ્યવહારમાં
સ્થાપિત અને સિધ્ધ થએલા માર્ગે પ્રવર્તે છે. નવાં સાહસ ઉપાડી લેવાની કે પ્રયોગ કરવાની તેને ઈચ્છાવૃત્તિ જ થતી નથી.”
- ત્યારબાદ ૧૯૨૪ના ડિસેમ્બરમાં પહેલી ગુજરાત પત્રકાર પરિષદમાં “ગુજરાતી માસિક ' એ વિષય ઉપર નિબંધ વાંચતાં, અમે બુદ્ધિપ્રકાશ વિષે લખ્યું હતું, કે,
“ “બુદ્ધિપ્રકાશ' તો જુનું માસિક છે. તે નામ સાથે કવિ દલપતરામનાં સ્મરણે જોડાએલાં છે, સોસાઈટી જેવી સાધનસંપન્ન સંસ્થા તરફથી તે પ્રસિધ્ધ થાય છે. તેમાં સામાન્ય રીતે સાહિત્ય, ઇતિહાસ, સમાજસુધારે અને કેળવણી વગેરે જ્ઞાનના, નીતિષક અને ઉપયોગી માહિતી આપતા લેખ આવે છે, પણ તેનું વ્યક્તિત્વ જુદું માલુમ પડી આવતું નથી એ તેની કમીના છે.” [ “ગુજરાતી માસિકે”—પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ,
સન ૧૯૨૪-અમદાવાદ ] આ પ્રમાણે વસ્તુસ્થિતિ પ્રતિ આડકતરી રીતે ધ્યાન દોરી, અમે સંતોષ માની, બેસી રહેતા નહોતા; પણ એમાં શી રીતે સુધારા અને ફેરફાર થઈ શકે તે વિષે વારંવાર પ્રમુખશ્રી દી. બા. કેશવલાલ ધ્રુવ અને એન. સેક્રેટરી સર રમણભાઈ સાથે ચર્ચા કરતા અને તેમાં એમ માલમ પડતું કે બુદ્ધિપ્રકાશ પાછળ વધુ નાણાંને વ્યય કરવા જતાં, જે નવી પ્રવૃત્તિઓ –જેવી કે પ્રાચીન કાવ્યનું પ્રકાશન, મહિલામિત્ર, કોશનું કાર્ય,